Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Thursday, 26 October 2017

અધ્યાય અઢારમો : મોક્ષસંન્યાસ યોગ


અધ્યાય અઢારમો : મોક્ષસંન્યાસ યોગ


Chapter 18

Moksha sanyas Yog

The final chapter of this great dialogue ends with path of salvation. It sums up the gist of the message given in earlier chapters. It draws distinction between renunciation (tyāg) and relegating fruits of action (sanyās). The chapter also describes three types of knowledge, three type of action, three types of actor, three types of patience and three types of pleasures.

The division of society prevailing at the time of Gita's message are reflected in the description of division of their duties. Finally, Lord Krishna depicts path to attain the supreme by either action (karma), knowledge (Gyan) or by devotion (Bhakti). With the celestial message of Lord Krishna, Arjuna's reluctance for war disappears and he prepares for the holy war perceiving it as his duty.

અધ્યાય અઢારમો : મોક્ષસંન્યાસ યોગ

ગીતાના આ આખરી અધ્યાયમાં મોક્ષ વિશેની વાત કરવામાં આવી છે. આ અધ્યાયના અંતભાગમાં ગીતાના સંદેશના મુખ્ય બધા શ્લોકોને આવરી લેવાયા છે. આ અધ્યાયમાં ત્યાગના ત્રણ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. ત્રણ પ્રકારનું જ્ઞાન, ત્રણ પ્રકારના સંન્યાસ, ત્રણ પ્રકારના કર્મ, ત્રણ પ્રકારના તપ તથા ત્રણ પ્રકારના સુખની વાત કહેવામાં આવી છે.

ગીતાનો સંદેશ જે સમયે આપવામાં આવ્યો તે સમયે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થાને ધ્યાનમાં લઇને ભગવાન કૃષ્ણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના કર્મોને પણ બતાવ્યા છે. ભગવાન કૃષ્ણ કેવળ ભક્તિ, કેવળ જ્ઞાન કે કેવળ ધ્યાનનો મહિમા ગાવાને બદલે ત્રણે માર્ગથી ઇશ્વર સુધી પહોંચી શકાય છે એમ બતાવે છે.

શ્રી કૃષ્ણના અદભૂત સંદેશને સાંભળવાથી અર્જુનનો સંશય દુર થાય છે અને તે યુદ્ધકાર્યમાં પ્રવૃત બને છે. યુદ્ધ હવે એને એના કર્તવ્ય સમાન લાગે છે. ગીતાનો ઉપદેશ આ રીતે બાહ્ય ત્યાગને છોડી પોતાના સ્વધર્મમાં-કર્મમાં પ્રવૃત થવાનો અમૂલ્ય સંદેશ પૂરો પાડે છે.


Verse 01-05

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥१८-१॥

sanyasasya mahabaho tattvam icchami veditum
tyagasya cha hrishikesha hrithak keshinishudan

તત્વ કહો સંન્યાસ ને ત્યાગ તણું મુજને,
કોને ત્યાગ કહો વળી સંન્યાસ કહો તે.
*
ત્યાગ ને સંન્યાસ

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः ।
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥१८-२॥

kamyanama karmanam nyasam sanyasam kavayah viduh
sarvakarma phalatyagam prahuh tyagam vichakshanah

કર્મોનો જે ત્યાગ છે, તે સંન્યાસ ગણાય,
કર્મતણાં ફળ ત્યાગવા, તે જ ત્યાગ કહેવાય.
*

*
त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।
यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे ॥१८-३॥
tyajyam doshvat iti eke karma prahuh manisinah
yagyadantapah karma na tyajyam iti cha apare

કોઈ કે' છે કર્મ છે ખરાબ તો ત્યાગો,
કોઈ કે' તપ, યજ્ઞ ને દાન ના જ ત્યાગો.
*
निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम ।
त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्तितः ॥१८-४॥

nischayam shrinu me tatra tyage bharatasattam
tyagah hi purushvyaghra trividhih samprakirtitah

તે સંબંધી સાંભળી મારો મત તું લે,
ત્યાગ કહ્યો ત્રણ જાતનો, સુણી હવે તું લે.
*
यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥१८-५॥

Yagya dan tapah tapah karma na tyajyam karyam eva tat
yagyah danam tapah cha eva pavanani manishinam

યજ્ઞ, દાન, તપ, કર્મ તો કો'દી તજવાં ના,
યજ્ઞ, દાન તપથી બને પવિત્ર માનવ હા.



Verse 06-10

एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च ।
कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥१८-६॥

etani api tu karmani sangam tyaktva phalani cha
kartavyani iti me partha nischitam matam uttamam

અહંકાર તૃષ્ણા તજી આ કર્મો કરવા,
મત મારો મેં છે કહ્યો, શ્રેષ્ઠ કર્મ કરવા.
*
ત્રણ જાતના ત્યાગ

नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते ।
मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥१८-७॥

niyatasya tu sanyasah karmanah na upapadhyate
mohat tasya parityagah tamasah parikirititah

નક્કી કર્મોનો નહીં ત્યાગ ઘટે કરવો,
ત્યાગ કરે કો મોહથી, તો તામસ ગણવો.
*

*
दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत् ।
स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ॥१८-८॥
dukham iti eva yat karma kavya kleshbhayat tyajeta
sah kritva rajasam tyagam na eva tyagaphalam labheta

દુઃખરૂપ સૌ કર્મ છે, દે શરીરને ક્લેશ,
એમ ગણીને થાય તે ફળ ના આપે લેશ.

રાજસ તે તો ત્યાગ છે, ચિંતા ભયથી થાય,
કોઈ સંકટ આવતાં, પડતાં દુઃખ કરાય.
*
कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।
सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥१८-९॥

karyam iti eva yat karma niyatam kriyate arjuna
sangam tyaktva phalam cha eva sah tyagah satvikah matah

તૃષ્ણા મદ ત્યાગી કરે શ્રેષ્ઠ કર્મને જે,
તે પ્રકારના ત્યાગને સાત્વિક કહે છે.
*
न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते ।
त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ॥१८-१०॥

na dvesti akushalam karma kushale na anushajjate
tyagi sattva samavistah medhavi chhinnasanshyaya

સાત્વિક ત્યાગી પ્રજ્ઞ ને સંશયરહિત સદાય,
ખરાબને નીંદે નહીં, સારામાં ન ફસાય.


Verse 11-15

न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।
यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥१८-११॥

na hi dehbhrita shakyam tyaktum karmani asheshatah
yah tu karma phalatyagasi sah tyagi iti abhidhiyate

બધાં કર્મ છોડી શકે માનવ ના કો'દી,
ત્યાગી તે છે જેમણે ફલ દીધું છોડી.
*
अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।
भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥१८-१२॥

anishtam ishtam mishram cha trividhih karmanah phalam
bhavati atyabinam pretya natu samsinam kwachit

ફલાશા કરે તેમને ત્રિવિધ મળે ફલ તો,
તે ફલ ત્યાગીને નથી, ત્યાગ કરે જો કો'.
*

*
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे ।
सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥१८-१३॥
Pancha etani mahabaho Karnani nibodha me
Sankhye kritante proktani Sidhaye sarvakarmanam

સર્વ કર્મની સિધ્ધિને માટે પાંચ કહ્યા,
કારણ તે સુણજે હવે, કારણ પાંચ કહ્યા. ॥૧૩॥
*
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥१८-१४॥

adhishthanam tatha karta karnam cha prithagvidham
vividhashchya prithakchesta daivam cha eva atra panchamam

અધિષ્ટાન, કર્તા અને સાધન ભિન્ન કહ્યાં,
ક્રિયા જુદી ને પાંચમું દૈવ, પ્રબલ સઘળાં.
*
शरीरवाङ्‌मनोभिर्यत्कर्म प्रारभते नरः ।
न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥१८-१५॥

shariravangabhyanobhih yat karma prarabhate narah
nyayam va viparitam va pancha ete tasys hetvah

કાયા વાણી મનથકી જે પણ કર્મ કરાય,
તેનાં આ કારણ કહ્યાં, સારું માઠું કરાય.


Verse 16-20

तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः ।
पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः ॥१८-१६॥

tatra evam sati kartaram atmanam kevalam tu yah
pashyati akritbuddhitvan na sah pashyati durmati

આથી આત્માને જ જે કર્તા માને છે,
તે યથાર્થ જ્ઞાની નથી, કર્તા માને જે.
*
यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।
हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥१८-१७॥

yasya na ahankritah bhavah buddhih yasya na lipyate
hatva api sah iman lokan na hanti na nidadhayate

અહંભાવ જેને નથી, બુધ્ધિ ના ભરમાય,
સારા જગને તે હણે તો યે ના બંધાય.
*

*
ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना ।
करणं कर्म कर्तेति त्रिविधः कर्मसंग्रहः ॥१८-१८॥
gyanam gyeyam parigyata trividha karmachodana
karanam karm karta iti trividhah karma sangrahah

જ્ઞાન જ્ઞેય જ્ઞાતાથકી કર્મ પ્રેરણા થાય,
કારણ કર્મ કર્તાથકી કર્મ સમુચ્ચય થાય.
*
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि ॥१८-१९॥

gyanam karma cha karta cha tridha eva gunabhedatah
prochyate gunasankhyabe yathavat shrinu tani api

જ્ઞાન કર્મ કર્તા વળી ત્રણ પ્રકારના છે,
ગુણ પરમાણે તે કહું, પ્રેમે સાંભળજે.
*
ત્રણ જાતનું જ્ઞાન

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।
अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥१८-२०॥

sarva bhuteshu yena ekam bhavam avyayam ikshate
avibhaktam vibhaktesu tat gyanam viddhi satvikam

જુદા જુદાયે જીવમાં પ્રભુ તો એક જ છે,
એકતા જુએ જે સદા, સાત્વિક જ્ઞાન જ તે.


Verse 21-25

पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।
वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥१८-२१॥

prithaktvena tu yat gyanam nanabhavan prithagvidhan
vetti sarveshu bhuteshu tat gyanam viddhi rajasam

ભેદ ભાવને જે જુએ સંસારમહીં ને,
જીવ ગણે જુદા બધાં, રાજસ જ્ઞાન જ તે.
*
(અનુષ્ટુપ)
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।
अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥१८-२२॥

yat tu kritsnavat ekasmin karya saktam ahaitukam
atatvarthavat alpam cha tat tamasam udahritam

એકમાં જ ડૂબે છે જે, એકને જ વળી ગણે,
અંધ કે ભ્રાંતની જેમ, જ્ઞાન તામસ તે ભણે.
*

*
ત્રણ જાતનાં કર્મ
नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥१८-२३॥

niyatam sangarahitam angadveshatah kritam
aphalaprepsuna karmayat tat satvikam uchyate

રાગદ્વેષ અહંતાને છોડી, ચોક્કસ થાય જે,
ફલેચ્છાના વિના કર્મ, કર્મ સાત્વિક માન તે.
*
यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः ।
क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥१८-२४॥

yat tu kamepsuna karma sahankarena va punah
kriyate bahulayasam tat rajasam udahritam

અહંકાર અને કોઈ ઈચ્છા સાથ કરાય જે,
યત્ન ખૂબ કરી કર્મ, કર્મ રાજસ માન તે.
*
अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् ।
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥१८-२५॥

anubandhan kshayam hinsam unvekshya cha paurusham
mohat arambhyate karma yat tat tamsam uchyate

સંજોગ નાશ ને હિંસા, બલને ન વિચારતાં,
મોહથી થાય જે કર્મ, કર્મ તામસ તે થતાં.


Verse 26-30

ત્રણ જાતનાં કર્તા

मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥१८-२६॥

muktasanga anahamvadi driityutsahasamanvitah
sidhyasidhyo nirvikarah karta satvikah uchyate

નમ્ર, નિર્દોષ, આનંદી, ધૈર્ય ઉત્સાહથી ભર્યો,
લાભહાનિમહીં શાંત કર્તા સાત્વિક તે કહ્યો.
*
रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः ।
हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ॥१८-२७॥

ragi karmaphala prepsuh lubdhah hinsatmakah ashuchih
harshashokanvitah karta rajasah parikirtatah

રાગી હિંસક ને મેલો, હર્ષ શોકથકી ભર્યો
ડૂબેલો વિષયોમાં તે કર્તા રાજસ છે કહ્યો.
*

*
अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।
विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥१८-२८॥
ayuktah prakritah sthabdah shathah naiskritikah alasah
vishadi dirghasutri cha karta tamasah uchyate

પ્રમાદી, શોકવાળો ને કપટી જડતાભર્યો,
અજ્ઞાની, સ્થિર ના જે તે કર્તા તામસ છે કહ્યો.
*
બુધ્ધિના ત્રણ ભેદ

बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु ।
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनंजय ॥१८-२९॥

buddheh bhedam dhriteh cha eva gunatah trividhim shrinu
prochyamanas ashesena prithaktvena dhananjaya

બુધ્ધિ ને ધૈર્યના પાડ્યા પ્રકારો ત્રણ તેમ છે,
કહું તે તુજને પાર્થ, પ્રેમથી સુણજે હવે.
*
(દોહરા છંદ)
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये ।
बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ॥१८-३०॥

pravritim cha nrivitim cha karyakarye bhayabhaye
bandham moksham chaya vettibuddhih sa partha satviki

શું કરવું, શું છોડવું, એને જાણે જે,
બંધ મોક્ષ જાણે વળી બુધ્ધિ સાત્વિક તે.


Verse 31-35

यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च ।
अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥१८-३१॥

yayadharmam adharmam cha karyam cha akaryam evacha
ayathavat prajanati buddhih sa partha rajasi

શું કરવું, શું છોડવું, તેમ જ ધર્મ અધર્મ,
રાજસ બુધ્ધિ તેહનો જાણે પૂર્ણ ન મર્મ.
*
अधर्मं धर्ममिति या मन्यते तमसावृता ।
सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥१८-३२॥

adharmam dharmam iti ya manyate tamasa avrita
sarvarthan viparitan cha buddhih sa partha tamasi

માને ધર્મ અધર્મને અજ્ઞાનથકી જે,
ઉલટું સમજે સર્વનું, બુધ્ધિ તામસ તે.
*

*
ત્રણ પ્રકારનું ધૈર્ય
धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः ।
योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥१८-३३॥

dhritya yaya dharyate manah pranendriyakriyah
yogena avyabhicharinya dhritih sa partha satviki

મન ને ઈન્દ્રિય પ્રાણ સૌ જેનાથી વશ થાય,
અડગ ધૈર્ય તે, તે ખરે, સાત્વિક ધૈર્ય ગણાય.
*
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन ।
प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी ॥१८-३४॥

yaya tu dharma kamanarthan dhritya dharayate arjuna
prasangena phalakankshi dhritih sa partha rajasi

ઈચ્છા કોઈ રાખતાં, જેથી ધર્મ કરાય,
ઈચ્છા શમતાં જે શમે, રાજસ ધૈર્ય ગણાય.
*
यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च ।
न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥१८-३५॥

yaya svapnam bhayam shokam vishadam madam eva cha
na vimunchiti durmedhah dhritih sa partha tamasi

સ્વપ્ન ભીતિ ને શોક ને મદને લાખ ઉપાય,
મૂઢ મુકે જેથી ન તે તામસ ધૈર્ય મનાય.

Verse 36-40

ત્રણ જાતનું સુખ

सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ ।
अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति ॥१८-३६॥

Sukham tu idanim trividham Shvinu me bharatarshabha
Abhyasat ramate yatra Dukhantam cha nigachhati

ત્રણ પ્રકારનું સુખ કહ્યું તેને સાંભળ તું,
દુઃખ દુર કરવા તને પ્રેમે આજ કહું.
*
यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् ।
तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥१८-३७॥

yat tat agre visham eva pariname amritopamum
tat sukham satvikam proktam atmabuddhiprasadjam

પહેલાં ઝેરસમું અને અંતે મીઠું જે,
પ્રસન્ન મનઅંતર કરે, સાત્વિક સુખ છે તે.
*

*
विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।
परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥१८-३८॥
vishayendriya samyogata yat tat agre amritopamum
pariname visham eva tat sukham rajasam smritam

ઈન્દ્રિયોના સ્વાદથી પહેલાં મીઠું જે,
અંતે ઝેર સમાન છે, રાજસ સુખ છે તે.
*
यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।
निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ॥१८-३९॥

yat agre cha anubandhe cha sukham mohanam atmanah
nidralasya pramadotham tat tamasam udahritam

પહેલાં ને અંતેય જે મનને મોહ કરે,
પ્રમાદ આળસ ઊંઘ તે તામસ સુખ સૌ છે.
*
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥१८-४०॥

na tat asti prithivyam na divi deveshu va punah satvam
prakritajaih muktam yat ebhih syat tribhih gunaih

પૃથ્વી તેમ જ સ્વર્ગમાં કોઈ એવું ના,
જે આ ગુણથી મુક્ત હો, કોઈ એવું ના.


Verse 41-45

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।
कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥१८-४१॥

brahmana kshatriya vaisham sudranama cha paramtapa
karmani pravibhaktani svabhava prabhavaih gunaih

બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યનાં કર્મ શુદ્રનાં તેમ,
સ્વભાવ ગુણથી છે કર્યા સમજી લેજે એમ.
*
બ્રાહ્મણનાં કર્મ

शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।
ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥१८-४२॥

shamah damah tapah shaucham kshantih arjavam eva cha
gyanam vigyanam astikyama brahmakarma saabhavajam

સંયમ મન ઈન્દ્રિયનો, તપ તેમજ કરવું,
ક્ષમા રાખવી, પ્રભુમહીં શ્રધ્ધાથી તરવું.

નમ્ર પવિત્ર બની સદા શ્રેષ્ઠ પામવું જ્ઞાન,
બ્રાહ્મણનાં તે કર્મ છે મેળવવું વિજ્ઞાન.
*

*
ક્ષત્રિયનાં કર્મ
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥१८-४३॥

shaurayam tejah dhritih dakshyam yuddhe cha api apalayanam
danam iswarbhavah cha kshatram karma svabhavajam

શૂરવીર ને ચપળ ને તેજસ્વી બનવું,
ધીરજ ધરવી, યુધ્ધથી પાછા ના ફરવું.

દાની બનવું, શ્રેષ્ઠતા ભાવ સદા ધરવો,
એ ક્ષત્રિયનાં કર્મ છે, દયાભાવ ધરવો.
*
વૈશ્ય ને શૂદ્રનાં કર્મ

कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।
परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥१८-४४॥

krishigaurakshavanijyam vaishyakarma svabhavajam
paricharyatmakam karma shudrashyapi svabhavajam

વૈશ્ય કર્મ ખેતી અને ગૌસેવા વેપાર,
સેવાના કર્મો બધા કર્મ શુદ્રનાં ધાર.
*
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥१८-४५॥

sve sve karmani abhiratah sansidhim labhate narah
svakarmaniratah siddhim yatha vindati tat shrinuh

પોતાનાં કર્મો કરી સિધ્ધિ મેળવવી,
પ્રભુ અર્થે કર્મો કરી સિધ્ધિ મેળવવી.


Verse 46-50

यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥१८-४६॥

yatha pravritih bhutanam yena sarvam idam tatam
sva karmana tam abhyarchya siddhim vindati manavah

જેણે જગને છે રચ્યું, જેથી જગ ચાલે,
પૂજી તેમને કર્મથી સિધ્ધિમાં મ્હાલે.
*
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥१८-४७॥

shreyam svadharmah vigunah pardharmat svanusthitat
svabhavaniyatam karma kurvam na apnoti kilbisham

ખરાબ પોતાનો ભલે ધર્મ હોય તોયે,
બીજાના શુભ ધર્મથી, તે ઉત્તમ હોયે.
*

*
सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।
सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥१८-४८॥
sahjam karma kaunteya sadhosam api na tyajeta
sarvarambhah hi doshena dhumena agnih eva avritah

સદોષ હોયે તોય ના સહજ કર્મ તજવું,
કર્મ બધાંયે દોષથી વ્યાપ્ત થયાં ગણવું.
*
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः ।
नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ॥१८-४९॥

asaktabuddhih sarvatra jitatma vigatsprihah
naiskarmya siddhim parmam sanyasena adhigachhati

આસક્તિ તૃષ્ણા તજી, સંયમ તેમ કરી,
સિધ્ધિ ઉત્તમ મેળવે ત્યાગથકી સઘળી.
*
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे ।
समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥१८-५०॥

siddhim praptah yatha brahma tatha apnoti nibodha me
samasena eva kaunteya nistha gyanasya ya para

સિધ્ધિ તેમજ બ્રહ્મને જે રીતે પામે,
કહું તે વળી જ્ઞાનની નિષ્ઠા જે પામે.


Verse 51-55

પ્રભુની પ્રાપ્તિનો માર્ગ

बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च ।
शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥१८-५१॥

budhya vishnuddhya yuktah dhritya atmanam niyamya cha
shabdadin vishayan tyaktva ragadveshau vyudasya cha

શુધ્ધ બુધ્ધિને મેળવી, સંયમ સાધીને,
વિષય તજીને, રાગ ને દ્વેષ હણીને જે.
*
विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ।
ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥१८-५२॥

viviktasevi laghavashi yatvakkayamanasah
dhyanayogaparah nityam vairagyam sanupashritah

વસે વિજનમાં જીતતાં, કાયા મન વાણી,
મિતાહાર કરતાં થઈ વૈરાગી ધ્યાની.
*

*
अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।
विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥१८-५३॥
ahamkaram balam darpam kamam krodham parigraham
vimuchya nirmamah shantah brahmabhayay kalpate.

સંગ્રહ બળ ને દર્પ ને કામ ક્રોધ અભિમાન,
તજી શાંત બનનારને પ્રભુની થાયે જાણ.
*
ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥१८-५४॥

brahmabhutah prasannatma na shochati na kankshati
samah sarveshu bhuteshu madbhaktim labhate param

બ્રહ્મભૂત તે ના કદી હર્ષ શોક કરતો,
સમદ્રષ્ટિ બનતાં સદા મુજ ભક્તિ લભતો.
*
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥१८-५५॥

bhaktya mam abhijanti yavan yah cha asmi tattvatah
tatah mam tattvatah gyetva vishate tadantaram

રહસ્ય મારું ભક્તિના બળથી પૂર્ણ જણાય,
રહસ્ય જાણી છેવટે મુજથી એક બનાય.



Verse 56-60

કર્મથી પણ તરી જવાય છે

सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।
मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥१८-५६॥

sarvakarmani api sada kurvanah madvapashrayah
matprasadat avapnoti shashwatam padam avyayam

મારે શરણે આવતાં કોઈ કર્મ કરે,
મુજ કૃપાથકી તેમને ઉત્તમ ધામ મળે.
*
चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।
बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥१८-५७॥

chetasa sarvakarmani mayi sanyasya matparah
buddhiyogam upashritya machchitiah satatam bhava

મનથી કર્મો તું મને અર્પી સઘળા દે,
મારામાં મન રાખ ને જ્ઞાન મેળવી લે.
*

*
मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।
अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥१८-५८॥
machchitah sarvadurgani matprasadat tarishyasi
atha cheta tvam ahamkarat na shroshyasi vinangakshyasi

મારી કૃપાથકી બધાં સંકટ તું તરશે
ના સુણશે અભિમાનથી તો તો નષ્ટ થશે.
*
यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥१८-५९॥

yat ahamkaram ashritya na yotse iti manyase
mitha esh vyavasayah te prakritih tvam niyokshyati

અહંકારથી ના કહે ભલે યુધ્ધ કરવા,
સ્વભાવ તારો પ્રેરશે પણ તુજને લડવા.
*
स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।
कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥१८-६०॥

svabhavajena kaunteya nibaddhah svena karmana kurtum
na ichhasi yat mohata karishyasi avashah api tat

સહજ કર્મ વળગ્યું તને તેથી જે તજવું,
મોહ થકી લાગે તને, તે પડશે કરવું.


Verse 61-65

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥१८-६१॥

ishwarah sarvabhutanam hriddeshe arjuna tisthati
bhramayam sarvabhutani yantrarudhani mayaya

ઈશ્વર સૌના હૃદયમાં અર્જુન વાસ કરે,
તેના બળથી કર્મ સૌ આ સંસાર કરે.
*
तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥१८-६२॥

tam eva sharanam gachha sarvabhavena bharata tat prasadat
param shantim sthanam prapsyasi shashvatam

પૂર્ણ પ્રેમથી શરણ તું તેનું જ લઈ લે,
દેશે ઉત્તમ સ્થાન ને પરમશાંતિ તો તે.
*

*
इति ते ज्ञानमाख्यातं गुह्याद्‌गुह्यतरं मया ।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥१८-६३॥
iti me gyanam akhyatam guhyat guhyataram maya
vimrishya etet ashesena yatha ichchhasi tatha kuru

જ્ઞાન ગુહ્યમાં ગુહ્ય આ તને કહ્યું છે મેં,
વિચારી લઈ તે હવે કર કરવું હો તે.
*
सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।
इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥१८-६४॥

sarvaguhyatamam bhuyah shrinu me paramam vachah
ishti asi me dridhamiti tato vakshyami te hitam

ખૂબ ગુપ્ત આ જ્ઞાનને ફરી સાંભળી લે,
હિતની વાત કહું હવે, પ્રિય તું ખૂબ મને.
*
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥१८-६५॥

manmanah bhava madbhaktah madhaji mam namaskuru
mama eva asyasi satyam te pratijane priyah asi me

મનથી ભજ મુજને અને તનથી કર સેવા,
કર્મ મને અર્પણ કરી માણી લે મેવા.

જગમાં જોઈને મને વંદન કર હરરોજ,
મને પામશે સત્ય તું કરતાં મારી ખોજ.

Verse 66-70

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥१८-६६॥

sarvadharman paritajya mam ekam sharanam braja
aham tva sarvapapebhyah makshayishyami ma shuchah

મન વાણીથી ભક્ત થા, મારો કેવળ તું,
શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું.

ચિંતા સઘળી છોડ ને મારું શરણું લે,
પાપ બધાં ટાળીશ હું, શોક તું તજી દે.
*
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥१८-६७॥

idam te na atapskaya na abhaktaya kadaschana
na cha ashushrushave vachyam na cha mam yah abhyasuyati

ભક્ત ન મારો હોય જે, તપસ્વી ના હોય,
નીંદે મુજને, ના ચહે સાંભળવાને કોય.

તેને મેં આપેલ આ કહીશ ના તું જ્ઞાન,
કહીશ મારા ભક્તને તો કરશે કલ્યાણ.
*

*
य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ॥१८-६८॥
yah imam paramam guhyam madbhakteshu adhidhasyati
bhaktim mayi param kritva mam eva eshyati ashanshya

ગુહ્ય જ્ઞાન આ ભક્તને જે કોઈ ક્હેશે,
ભક્તિ મારી તે કરી લભી મને લેશે.
*
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः ।
भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥१८-६९॥

na cha tasmat manusyeshu kaschita me priyakritamah
bhavita na cha me tasmat anyah priyatarah bhuvi

તેનાથી મુજને નહીં પ્રિય કોઈય હશે,
પ્રિય તેનાથી કો' નથી આ સંસાર વિશે.
*
अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ।
ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः ॥१८-७०॥

adheshyate cha ya imam dharmyam samvadmavayoh
gyanayagyena tene aham istah syam iti me matih

ધર્મતણો સંવાદ આ વાંચે પ્રેમે જે,
જ્ઞાનયજ્ઞથી પૂજશે, મુજને સાચે તે.



Verse 71-75

श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः ।
सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥१८-७१॥

shradhavan anusuyah cha shrinuyat api yah narah sah api
muktah subhan lokan prapnuyat punyakarmanam

પવિત્રતા શ્રધ્ધાથકી જે આને સુણશે,
સુખી લોકમાં તે જશે, મુક્ત વળી બનશે.
*
कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।
कच्चिदज्ञानसंमोहः प्रनष्टस्ते धनंजय ॥१८-७२॥

kachit etat shritam partha tvaya ekagrena chetasa
kachidgyana sammohah pranastaste dhananjaya

ધ્યાન દઈ તેં સાંભળ્યું અર્જુન આ સઘળું ?
અંધારું અજ્ઞાનનું દુર થયું સઘળું ?
*

*
अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha
नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥१८-७३॥

nastomohah smritalabdha tvat prasadat maya achyuta
stithah asmi gatasandehah karishye vachanam tava

તમારી કૃપાથી મટ્યો મોહ ને મળ્યું જ્ઞાન,
આજ્ઞા આપો તે કરું, સંશય ટળ્યો મહાન.
*
संजय उवाच
સંજય કહે છે
Sanjaya uvacha

इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥१८-७४॥

iti aham vasudeva sya parthasya cha mahatmanah
samvadam imam ashrousham adbhutam romaharshanam

કૃષ્ણ અને અર્જુનનો સંવાદ સુણ્યો મેં,
રોમાંચિત કરનાર ને અદભૂત એવો તે.
*
व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।
योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥१८-७५॥

vyasprasadat shrutavan etat guhyam aham param
yogam yogeshvarat krishnat sakshat kathayatah svayam

યોગેશ્વર કૃષ્ણે કહ્યો સંવાદ ખરે આ,
વ્યાસકૃપાથી સાંભળ્યો, સંવાદ ખરે આ.


Verse 76-78

राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥१८-७६॥

rajah savsmritya samsmritya samvadam imam adbhutam
keshavarjunayoh punayam hrishyami cha muhurmuhuh

યાદ કરી સંવાદ એ અદભૂત અચરજ થાય,
યાદ કરી સંવાદ એ આનંદ ઘણો થાય.
*
तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः ।
विस्मयो मे महान् राजन्हृष्यामि च पुनः पुनः ॥१८-७७॥

tachcha sansmritya samsmritya rupam ati adbhutam harih
vismayah me mahan rajah hrishyami cha punah punah

અર્જુન તેમજ કૃષ્ણ બે ભેગા જ્યાં થાયે,
ત્યાં ધન જય નક્કી રહે, વૈભવ ના માયે.
*

*
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥१८-७८॥
yatra yogeshwarah krisho yatra patho dhanurdharar
tatra shrinvijayo butirdhuva nitirmatrimam

યોગેશ્વર જ્યાં કૃષ્ણ છે, પાર્થ ધનુર્ધર જ્યાં,
સિધ્ધિ, મુક્તિ, શાંતિ ને નીતિ રહે છે ત્યાં.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नामाष्टादशोऽध्यायः ॥ १८ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade mokshasanyas yogo nama astadasho adhyayah

।। અધ્યાય અઢારમો સમાપ્ત ।।

અધ્યાય સત્તરમો : શ્રદ્ધાત્રયવિભાગ યોગ


અધ્યાય સત્તરમો : શ્રદ્ધાત્રયવિભાગ યોગ


Chapter 17


Shraddha traya Vibhag Yog

In this chapter, Lord Krishna elaborates on the difference between three types of faith, three types of food, three types of penance, three types of rituals(yāgna) and three type of offerings (dān) . Lord Krishna also narrates the glory of ૐ Tat Sat.

અધ્યાય સત્તરમો : શ્રદ્ધાત્રયવિભાગ યોગ

અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કે જેઓ શાસ્ત્રોમાં બતાવેલી વિધિઓને ન પાળે પરંતુ કેવળ શ્રદ્ધાથી પ્રેરાઇને જ કર્મોનું અનુષ્ઠાન કરે તો તેને સાત્વિક, રાજસી કે તામસી ગણવા ? આના જવાબમાં ભગવાન ત્રણ પ્રકારની શ્રદ્ધાનું વર્ણન કરે છે.

ભગવાન કહે છે કે રસવાળો અને મધુર ખોરાક સાત્વિક; કડવો, તીખો, ખાટો, ખારો, ખૂબ સુકો કે ખૂબ ગરમ - એવો ખોરાક રાજસ; તથા રસહીન, ટાઢો, વાસી, એંઠો, અપવિત્ર અને દુર્ગંધીવાળો ખોરાક તામસ ગણવો.

ભગવાન કહે છે કે ફલની ઇચ્છાનો ત્યાગ કરીને વિધિપૂર્વક થનાર યજ્ઞ સાત્વિક; ફલેચ્છાથી, દંભ પોષવા થનાર યજ્ઞને રાજસ; અને મંત્ર, દક્ષિણા તથા શ્રદ્ધા વગર થનાર યજ્ઞ તામસ યજ્ઞ ગણવા.

એવી જ રીતે, ફલેચ્છાનો ત્યાગ કરી શ્રદ્ધાપૂર્વ થનાર તપ સાત્વિક; માન, બડાઇ અને પૂજાવાને ખાતર તથા બતાવવા માટે થનાર તપ રાજસ; તથા અજ્ઞાન અને હઠ થકી, જાહેરમાં, સંકટ સહીને અન્યનો નાશ કરવા માટે થનાર તપને તામસ ગણવું.

દાનના ત્રણ પ્રકારો બતાવતાં ભગવાન કહે છે કે સમય, પાત્રને જોઇને માત્ર આપવા માટે અપાતા દાનને સાત્વિક; ફળ મેળવવા, બદલાની આશા સાથે, ઉપકાર રૂપે અપાનાર દાન રાજસ; તથા પાત્ર, સમય, સંજોગને જોયા વિના અને અયોગ્યને થનાર તથા જાહેર દાનને તામસ દાન ગણવું.

ભગવાન અધ્યાયના અંતભાગમાં ઓમ અને તત્ સતનો મહિમા બતાવતાં તેને ઇશ્વરના નામ તરીકે જણાવી ઉત્તમ કર્મોમાં તેનો પ્રયોગ કરવાનું સુચવે છે.

Verse 01-05

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः ।
तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः ॥१७-१॥

ye shastra vidhin utsrijya yajante shradhayanvitah
tesam nistha tu ka krishna satnam aho rajah tamah

શાસ્ત્રોની વિધિને મૂકી શ્રધ્ધાથી જ ભજે,
સાત્વિક, વૃતિ તેમની, રાજસ તામસ કે ?
*
ત્રણ જાતની શ્રધ્ધા

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा ।
सात्त्विकी राजसी चैव तामसी चेति तां शृणु ॥१७-२॥

trividha bhavati shraddha dehinam sa svabhavaja
satviki rajasi cha eva tamasi cha iti tam shrinu

સૌની શ્રધ્ધા સહજ તે ત્રણ પ્રકારની હોય,
સાત્વિક, રાજસ, તામસી, સુણ તે કેવી હોય.
*

*
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत ।
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्धः स एव सः ॥१७-३॥
satnanurupa sarvasya shraddha bhavati bharata
shraddhamayah ayam purushah yah yachchhhidrah sah eva sah

હૈયું જેવું હોય છે તેવી શ્રધ્ધા હોય,
શ્રધ્ધામય છે માનવી, શ્રધ્ધા જેવો હોય.
*
यजन्ते सात्त्विका देवान्यक्षरक्षांसि राजसाः ।
प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ॥१७-४॥

yajante satvikah devan yaksharakshansi rajasah
pretan bhutaganam cha anye yajante tamasah janah

સાત્વિક પૂજે દેવને, રાજસ યક્ષ ભજે,
તમોગુણીજન પ્રેત ને પ્રાણી અન્ય ભજે.
*
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः ।
दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः ॥१७-५॥

ashastravihitam ghoram tapyante ye tapo janah
dambhahankarsanyuktah kamaragabalanvitah

શાસ્ત્રોથી ઉલટી કરે ઘોર તપસ્યા જે,
દંભી અભિમાની અને કામી ક્રોધી જે.


Verse 06-10

कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः ।
मां चैवान्तःशरीरस्थं तान्विद्ध्यासुरनिश्चयान् ॥१७-६॥

karshayantah sharirastham bhutagramam chetsah
mam chaivantah sharistham tanvidhaya surnishchayan

આત્મારૂપ રહ્યા મને તે પીડા કરતા,
નિશ્ચય તેનો રાક્ષસી, ફોગટ શ્રમ કરતા.
*
ત્રણ જાતનો ખોરાક

आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः ।
यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु ॥१७-७॥

aharah tu api sarvasya trividhah bhavati priyah
yagyah tapah tatha danam tesam bhedam imam shrinu

ત્રણ પ્રકારનો સર્વનો ખોરાક કહ્યો છે,
યજ્ઞ, તપ અને દાનનો ભેદ બતાવ્યો છે
*

*
आयुःसत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः ।
रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्त्विकप्रियाः ॥१७-८॥
ayuhsatyabalarogya sukhapriti vivardhanah
rasyah snigdhah sthira hridya aharah satvikpriyah

આયુ વધે આરોગ્ય હો, બલ વધે વળી તેમ,
જેથી સુખ લાગે, બને અંતર ટાઢું હેમ.

રસવાળું ને મધુર તે સાત્વિક અન્ન કહ્યું,
વિદ્વાનોએ તેહને ઉત્તમ અન્ન ગણ્યું.
*
कट्‌वम्ललवणात्युष्ण तीक्ष्णरूक्षविदाहिनः ।
आहारा राजसस्येष्टा दुःखशोकामयप्रदाः ॥१७-९॥

katnamlalavanatyushantikshan ruksavidahinah
aharah rajasasya istah duhkha shokamayapradah

કડવું તીખું હોય જે ખાટું ને ખારું,
સૂકું ઊનું ખૂબ તે અન્ન નહીં સારુ.

દુઃખ શોક ને રોગ તે અન્ન સદાય કરે,
રાજસ તેને છે કહ્યું, તે સુખશાંતિ હરે.
*
यातयामं गतरसं पूति पर्युषितं च यत् ।
उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् ॥१७-१०॥

yatyamam gatarasam puti paryushitam cha yat
uchhistam api cha amedhyama bhojanam tamaspriyam

ખાધેલું, રસહીન ને ટાઢું ખૂબ થયું,
તેમજ વાસી અન્ન તે તામસ અન્ન કહ્યું

એઠું તેમ અપવિત્ર ને દુર્ગંધીવાળું,
તામસ જનને તે ગમે, અન્ન નહીં સારું.


Verse 11-15

ત્રણ જાતના યજ્ઞ

अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते ।
यष्टव्यमेवेति मनः समाधाय स सात्त्विकः ॥१७-११॥

aphalakankshibhih yagyah vidhidristah yah ijyate
yastavyam eva iti manah samadhaya sah satvikah

ફલની ઇચ્છાને મૂકી વિધિપૂર્વક જે થાય,
કરવા ખાતર યજ્ઞ તે, સાત્વિક યજ્ઞ ગણાય.
*
अभिसंधाय तु फलं दम्भार्थमपि चैव यत् ।
इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ॥१७-१२॥

abhisandhay tu phalam dambhartham api cha eva yat
ijyate bharatashrestha tam yagyam viddhi rajasam

ફલની ઇચ્છા રાખતા, દંભ પોષવા થાય,.
યશને માટે યજ્ઞ તે રાજસ યજ્ઞ ગણાય
*

*
विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् ।
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ॥१७-१३॥
vidhihinam asristannam mantrahinam adakshinam
shradhavirhitam yagyam tamasam parichakshyate

દક્ષિણા ને મંત્ર ને શ્રધ્ધા જેમાં ના,
તામસ યજ્ઞ ગણાય તે વિધિયે જેમાં ના.
*
ત્રણ જાતનાં તપ

देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥१७-१४॥

Deva dvij guru pragya pujanam shaucham arjavam
brahmacharyam ahimsa cha shariram tapah uchyate

જ્ઞાની, બ્રાહ્મણ, દેવ ને ગુરૂ પૂજા કરવી,
પવિત્રતા ને સરલતા અંતરમાં ધરવી.

બ્રહ્મચર્યને પાળવું, હિંસા ના કરવી,
શરીરનું તપ તે કહ્યું, નિર્બલતા હરવી.
*
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् ।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते ॥१७-१५॥

anudvegakaram vakyam satyam priyahitam cha yat
svadhyaya bhyasanam cha eva vangabhyam tapah uchyate

સત્ય ને મધુર બોલવું, જેથી મંગલ થાય,
જ્ઞાનપાઠ કરવો વળી, તે વાણી તપ થાય.

Verse 16-20

मनः प्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः ।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥१७-१६॥

manah prasadah saumyatvam maunam atmavinigrahah
bhavasanshudhih eti etat tapah mansam uchyate

પ્રસન્ન મનને રાખવું, ચિંતા ના કરવી,
વિકાર મનના ટાળવા, ચંચળતા હરવી.

શાંતિ રાખવી, જાતનો સંયમ પણ કરવો,
મૌન રાખવું હૃદયમાં શુધ્ધ ભાવ ભરવો.

વિચાર ઉત્તમ રાખવા, ભેદ દૂર કરવો,
મનનું તપ આ છે કહ્યું, ભય સૌનો હરવો.
*
श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः ।
अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते ॥१७-१७॥

shradhya paraya taptam tapah tat trividham naraih
aphalakankshibhih yuktaih satvikam parichakshyate

ફલની ઇચ્છાને મૂકી, શ્રદ્ધા રાખી  થાય,
સાત્વિક તપ તો આ ત્રણે ઉત્તમ એમ ગણાય.
*

*
सत्कारमानपूजार्थं तपो दम्भेन चैव यत् ।
क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् ॥१७-१८॥
satkarman pujartham tapah dambhena cha eva yat
kriyate tat eh proktam rajasam chalam adhruvam

માન બડાઇ કાજ જે બતાવવા જ કરાય,
પૂજાવા ખાતર વળી, તે રાજસ તપ થાય.
*
मूढग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः ।
परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम् ॥१७-१९॥

mudhagrahena atmanah yat pidya kriyate tapah
parsya utsadnartham va tat tamasam udahritam

અજ્ઞાન અને હઠ થકી સંકટ સહી શકાય,
તામસ તપ તે, અન્યનો કરવા નાશ કરાય.
*
ત્રણ જાતનું દાન

दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥१७-२०॥

datvayam iti yat danam diyate anupakrine
deshe kale cha patre cha tat danam satvikam smritam

દેવા ખાતર દાન જે કોઇને દેવાય,
સમય પાત્ર જોઇ સદા, તે સાત્વિક કે'વાય.



Verse 21-25

यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥१७-२१॥

yat tu pratyupakarartham phalam uddsya na punah
diyate cha pariklishtam tat danam rajasam smritam

ફળ મેળવવા દાન જે બદલામાં દેવાય,
ઉપકાર ગણી દાન જે તે રાજસ કહેવાય.
*
अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥१७-२२॥

adeshkale yat danam apatrebhyah cha diyate
asatkritam avagyatam tat tamasam udahritam

પાત્ર સમય સંજોગને  જોયા વિના કરાય,
અયોગ્ય ને જાહેર તે તામસ દાન ગણાય.
*

*
ઓમ તત્સતનો મહિમા
ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ।
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॥१७-२३॥

aum tatsat iti nirdeshah brahmanah trividhih smritah
brahmanah tena vedah cha yagyah cha vihitah pura

ઓમ અને તત્સત્ કહ્યાં ઇશ્વરનાં ત્રણ નામ,
એથી ઓમ કહી સદા કરાય મંગલ કામ.
*
तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपःक्रियाः ।
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ॥१७-२४॥

tasmat aum iti udahritya yagyadantapahkriyah
pravartante vidhanoktah satatam brahmavadinam

વેદ યજ્ઞ બ્રાહ્મણ થયા તેમાંથી સઘળા,
યજ્ઞ દાન થાયે લઇ નામ તે જ સઘળાં.
*
तदित्यनभिसन्धाय फलं यज्ञतपःक्रियाः ।
दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः ॥१७-२५॥

tat iti anbhisanghaya phalam yagyatapahkriyah
danakriyah cha vividhah kriyante mokshkamkshibhih

તત્ શબ્દ કહીને વળી ત્યજી દઇ તૃષ્ણા,
મુમુક્ષુજનો દાન ને તપ ઉત્તમ કરતાં.


Verse 26-28

सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते ।
प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ॥१७-२६॥

sadbhave sadhubhave cha sat iti etat prayujyate
prashaste karmani tatha tat sachchhabdah partha yujyate

સાધુ તેમ સદ્ ભાવમાં પ્રયોગ સત્ નો થાય,
ઉત્તમકર્મોમાં સદા પ્રયોગ સત્ નો થાય.
*
यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।
कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते ॥१७-२७॥

yagye tapasi dane cha stithih sat iti cha uchyate
karma cha eva taddarthiyam sat iti eva abhidhiyate

યજ્ઞ દાનને તપમહીં સ્થિતિ તે સત્ કહેવાય,
તે માટેના કર્મને સત્ એમ જ કહેવાય.
*

*
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् ।
असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ॥१७-२८॥
ashradhaya hutam datt tapah taptam kritam cha yat
asat iti uchyate partha na cha tat pretya no iha

શ્રધ્ધા વિના કરાય જે કર્મ યજ્ઞ તપ દાન,
મંગલ તે ન કરી શકે, અસત્ય તેને માન.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः ॥ १७ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade shraddhatraya vibhagyogo nama saptadasho adhyayah

।। અધ્યાય સત્તરમો સમાપ્ત ।।

અધ્યાય સોળમો : દૈવાસુરસંપદ્વિભાગ યોગ


અધ્યાય સોળમો : દૈવાસુરસંપદ્વિભાગ યોગ


Chapter 16

Daiv asur sampatti dvi bhag Yog

In the sixteenth chapter of Geeta, two rival and competitive forces have been mentioned. They are classified as divine and evil or demoniac ones. Lord Krishna explicitly defines what conduct or actions symbolize divinity and which one displays unrighteousness. With this clear cut demarcation, it becomes the responsibility of an individual how to perform his or her actions.

અધ્યાય સોળમો : દૈવાસુરસંપદ્વિભાગ યોગ

ગીતાના આ અધ્યાયમાં દૈવી અને આસુરી સંપત્તિઓનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. હિંસા ન કરવી, સત્ય બોલવું, ગરીબો પર દયા દાખવવી, સદા ધીરજ રાખવી, ક્ષમા આપવી, અહંકાર ન કરવો વિગેરેને ભગવાન દૈવી સંપતિના લક્ષણો તરીકે બતાવે છે. જ્યારે એથી ઉલટું, આ જગત ભોગ માટે જ છે એમ વિચારી ન કરવાના કામ કરવા, ખોટી વાતોને પકડી રાખવી, અસત્ય ભાષણ કરવું, અસંતોષ રાખવો, મમતા, મોટાઇ અને મોહમાં વિચરવું, દંભ અને પાખંડથી વિધિનું અનુષ્ઠાન ન કરવું, ઇશ્વરની સદા નિંદા કરવી - આ સર્વ આસુંરી સંપત્તિના લક્ષણો બતાવ્યા. ભગવાન કહે છે કે આસુરી સંપત્તિવાળા લોકા સદા અધમ ગતિને પ્રાપ્ત કરે છે.

કામ, ક્રોધ અને લોભ - એ ત્રણ નરકના દ્વાર છે. એથી એ ત્રણથી સદા સાવધ રહેવું.  આ અધ્યાયમાં ભગવાન સારા અને નરસા વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા દોરી બતાવે છે.


Verse 01-05

દૈવી સંપત્તિનું વર્ણન

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः ।
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥१६-१॥

abhayam satvasansudhih gyanayogavyavasthitih
danam damah cha yagyah cha svadhyayah tapah arjavam

ડરવું કોઈથી નહીં, થવું સદા શૂરવીર,
ખેલ કરી કસરત કરી, કરવું સરસ શરીર.

પ્રભુનાં બાળક છે બધાં, એમ સદા સમજી,
પ્રભુને જોવા સર્વમાં ભેદ બધાંય તજી.

સાપ, સિંહ ને ડાકુથી ડરવું ના કદિકાળ,
રક્ષક છે પ્રભુ સર્વના, ડરવું ના કદિકાળ.

ચોરી તેમજ જૂઠ ને નિંદાથી ડરવું,
બાકી કાયરતા તજી સંસારે ફરવું,

ઘર્મનીતિથી ચાલવું, પ્રભુથી  કરવી પ્રીત,
ડરવું ઇશ્વર એકથી, થઇ જાઇ તો જીત.

વસ્ત્ર જેમ ધોવાય છે ધોવું મન તેવું,
દુર્ગુણ તેમજ દ્વેષને સ્થાન જ ના દેવું.

જ્ઞાન પામવું તે બધું ધરવું ખૂબ જ ધ્યાન,
ઉતારવું જીવનમહીં ઉત્તમ એવું જ્ઞાન.

મન હંમેશા મારવું, બનતું કરવું દાન,
અનાથ દુઃખી દીનને અન્નવસ્ત્રનું દાન

ધનથી બીજી શકિતથી કરવાં સૌનાં કામ,
થવું કદી સ્વાર્થી નહી, ભજવા આતમરામ.

મન વાણી ને દેહનો સંયમ પણ કરવો,
પણ અભિમાન ન રાખવું, નમ્ર ભાવ ધરવો.
*
अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् ।
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ॥१६-२॥

ahinsa satyam akrodhah tyagah shantih apaishunam
daya bhuteshy aloluptvam mardavam hrih achapalam

હિંસા કરવી ના કદી, સત્ય વળી વદવું,
ઝેર ક્રોધને જાણવું, વેર વળી તજવું.

શાંત ચિત્તથી બોલવું, વસવું આ જગમાં,
દયા દીન પર લાવવી, મધુર થવું દગમાં.

ખોટા કામોમાં સદા લજ્જાને ધરવી,
લોલુપતા ના રાખવી, ચંચળતા હરવી.
*

*
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता ।
भवन्ति संपदं दैवीमभिजातस्य भारत ॥१६-३॥
tejah kshama dhritih shauchaun adrohah natimanita
bhavanti sampadam daivim abhijatasya bharat

તેજસ્વી બનવું, વળી ક્ષમા સદા કરવી,
દ્રોહ ન કરવો ને સદા ધીરજને ધરવી.

અહંકાર ના રાખવો, કરવું શુધ્ધ શરીર,
દૈવી ગુણવાળાતણા ગુણ આ, અર્જુન વીર.
*
આસુરી સંપત્તિનું વર્ણન

दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ संपदमासुरीम् ॥१६-४॥

dambhah darpah abhimanah cha krodhah parushyam eva cha
agyanam cha abhijatasya partha sampadam asurim

દંભ, દર્પ, અભિમાન ને જેઓ કરતા ક્રોધ,
કઠોર ને જે અજ્ઞ છે, પ્રભુની ન કરે શોધ,

દુર્ગુણવાળા તે કહ્યા રાક્ષસ જેવા લોક,
સુખ ના પામે તે કદી કરે સદાયે શોક.
*
दैवी संपद्विमोक्षाय निबन्धायासुरी मता ।
मा शुचः संपदं दैवीमभिजातोऽसि पाण्डव ॥१६-५॥

daivi sampat vimokshaya nibandhaya asuri mata
ma shuchah sampadam daivim abhijatah asi pandava

તેથી દુર્ગુણ છોડવા ને ગુણિયલ બનવું,
દૈવી ગુણવાળા બની જીવનને તરવું.

સદૂગુણથી શાંતિ મળે, ટળી જાય છે દુઃખ,
દુર્ગુણથી તો ના કદી શમે, શાંતિની ભૂખ.

સદૂગુણથી તું છે ભર્યો, અર્જુન, ના કર શોક,
સુખી થશે સાચે હવે, કલેશ કરીશ ન ફોક.


Verse 06-10

द्वौ भूतसर्गौ लोकेऽस्मिन्दैव आसुर एव च ।
दैवो विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे शृणु ॥१६-६॥

dvo bhutasargao loke asmin daivah asurah eva cha
daivah vistarashah proktah asuram partha me shrinu

દૈવી તેમજ આસુરી વૃત્તિ તો બે છે,
દૈવી વિસ્તારે કહી આસુરી સુણ હવે.
*
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः ।
न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥१६-७॥

pravritim cha nivritim cha janah na viduh asurah
na saucham na api cha acharah na satyam teshu vidyate

શું કરવું, શું છોડવું તેને ના જાણે,
સત્ય શૌચ આચાર ના પાળે કદી કાળે.
*

*
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् ।
अपरस्परसंभूतं किमन्यत्कामहैतुकम् ॥१६-८॥
asatyam apratistham te jagat ahuh anishwaram
aporasparsam bhutam kim anyat kamahaitukam

અસત્યને આધારથી રહિત જગત છે આ,
પરસ્પર થયું ભોગમય, પ્રભુ તેમાં છે ના.
*
एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः ।
प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥१६-९॥

etam dristim avastaphya nastatmanah alpabudhayah
prabhavanti ugrakarmanah kshayaye jagatah ahitah

આવા અશુધ્ધ વિચારથી ખોટાં કર્મ કરે,
મંદબુધ્ધિના લોક આ જગનો નાશ કરે.
*
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः ।
मोहाद्‌गृहीत्वासद्ग्राहान्प्रवर्तन्तेऽशुचिव्रताः ॥१६-१०॥

kamam ashritya duspuram dambha manamdanvitah
mohat grihitva asagdrahan pravartante ashuchivaratah

તૃષ્ણા તેમજ દંભ ને માનમદે ભરિયા,
મોહ થકી ઘેરાયેલા માનવ તે મરિયા.

ખોટી વાતોને સદા પકડી તે રાખે,
અશુધ્ધ વ્રતને આચરે, અસત્યને ભાખે.


Verse 11-15

चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः ।
कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥१६-११॥

chintam aparimeyam cha pralayantam upashritah
kamopbhoga parmah etavat eti nischitah

અપાર ચિંતા પ્રયલના કાળ લગી કરતા,
ભોગ ભોગવો જગતમાં એ શિક્ષા ધરતા.
*
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ।
ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसञ्चयान् ॥१६-१२॥

ashapash shataih baddhah kamakrodhaparayanah
ihante kamabhogavtham anyayena arthasanchayan

અધર્મથી ધન મેળવે, કરે ભોગ ને શોક,
આશા તૃષ્ણાથી ભર્યા, કામી ક્રોધી લોક.
*

*
इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् ।
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥१६-१३॥
idam adha maya labdham imam prapsye manoratham
idam asti idam api me bhavisyati punah dhanam

દ્રવ્ય આટલું મેળવ્યું, હજીય મેળવવું,
આ ઇચ્છા પૂરી થઇ, હજી કામ કરવું.
*
असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि ।
ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥१६-१४॥

asau maya hatah shatruh hanisye cha aparan api
ishwarah aham aham bhogi siddhah aham balwan sukhi

આ શત્રુને મેં હણ્યો, બીજાને હણવો,
ઇશ્વર, ભોગી, સિધ્ધ, હું બલી, સુખી વરવો.
*
आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया ।
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥१६-१५॥

adhyah abhijanvan asmi kah anyah asti sadrishah maya
yakshe dasyami modishye eti agyanavimohitah

મારા જેવો કોણ છે, ધની માન્ય છું હું,
કરું યજ્ઞ ને દાન ને ભોગ ભોગવું હું.


Verse 16-20

अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः ।
प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ॥१६-१६॥

anekachitta vibhrantah mohajalsamavritah
prasaktah kamabhogeshu patanti navake ashuchau

એવા દુષ્ટ વિચારથી મોહે ડૂબ્યા જે,
ભ્રમિત ચિત્તના માનવી પડે નરકમાં તે.
*
आत्मसंभाविताः स्तब्धा धनमानमदान्विताः ।
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ॥१६-१७॥

atmasambha vitah stabdhah dhanmandanvitah
yajante namayagyaih te dambhena avidhipurvakam

ભોગવિલાસે રત વળી માનમદે ભરિયા,
મમતા, મોટાઇ અને મોહમહીં મરિયા.

વિવિધ જાતના યજ્ઞ ને અનુષ્ઠાન કરતા,
દંભ તેમ પાખંડથી વિધિને ના કરતાં.
*

*
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः ।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः ॥१६-१८॥
ahankaram balam darpam kamam krodham cha shanshritah
mama atmapardeheshu pradvishantah abhyasuyakah

અહંકાર, બળ, દર્પ ને કામક્રોધવાળા,
દ્રેષ કરે મારો સદા નિંદક તે મારા.
*
तानहं द्विषतः क्रुरान्संसारेषु नराधमान् ।
क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ॥१६-१९॥

tan aham dvisatah kruran sanseveshu naradhamana
kshapami ajastram ashubham asurishu eva yonishu

અધમ ક્રૂર તે દુષ્ટને દુઃખી સદા રાખું,
ઘોર આસુરી યોનિમાં તે સૌને નાખું.
*
आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि ।
मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ॥१६-२०॥

asurim yonim apannah mudah janmani janmani
mama aprapya eva kaunteya tatah yanti adhamam gatim

લભી આસુરી યોનિને અનેક જન્મે તે,
મને મેળવે ના કદી, લભે અધમ ગતિને.


Verse 21-24

નરકનાં દ્વાર

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः ।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥१६-२१॥

trividham narkasya idam dwaram nashnam atmanah
kamah krodhah tatha lobhah tasmat etat trayam tyajeta

કામ, ક્રોધ ને લોભ છે દ્વાર નરકનાં ત્રણ,
નાશ કરી દે આત્મનો, તજી દે લઇ પણ.
*
एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः ।
आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥१६-२२॥

etaih vimuktah kaunteya tamodvaraih tribhih narah
acharati atmanah shreyah tatah yati param gatim

અંધારા એ દ્વારથી મુકત્ત થાય જે જન,
તેજ કરે કલ્યાણ ને પામે છે ગતિ ધન્ય.
*

*
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः ।
न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥१६-२३॥
yah shastravidhim utasrijya vartate kamakaratah
na sah siddhim avaproti na sukham na param gatim

શાસ્ત્રોની વિધિ છોડતાં મનસ્વીપણે જે,
કર્મ કરે, ના તે લભે સિધ્ધ મુક્તિ સુખ કે.
*
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ ।
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥१६-२४॥

tasmat shastram pramanam te karyakarya vyavasthitau
gyatva shastra vidhanoktam karma kartum iha arhasi

કર્મમહીં તો શાસ્ત્રને પ્રમાણ તું ગણજે,
શાસ્ત્રાજ્ઞા માની સદા કર્મ બધાં કરજે.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसंपद्विभागयोगो नाम षोडशोऽध्यायः ॥ १६ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade daivasursampadvibhagyogo nama shodaso adhyayah

।। અધ્યાય સોળમો સમાપ્ત ।।

અધ્યાય પંદરમો : પુરૂષોત્તમ યોગ


અધ્યાય પંદરમો : પુરૂષોત્તમ યોગ


Chapter 15


Purshottam Yog

In chapter fifteen, Lord Krishna elaborate on the omnipotent, omniscient and omnipresent God. Lord Krishna also describes what happen to a soul after it leaves the physical body. Giving a classic example, Lord Krishna says that just as fragrance leave from flower, the soul leave this physical frame.

અધ્યાય પંદરમો : પુરૂષોત્તમ યોગ

ગીતાના આ અધ્યાયમાં પરમધામનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કહે છે આ સંસારનું સ્વરૂપ પીપળાના વૃક્ષ જેવું છે, જેની શાખાઓ નીચે (પૃથ્વીલોકમાં) અને મૂળ ઉપર છે. સંસારનું આવું સ્વરૂપ સહેજમાં સમજાય એવું નથી.

મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે એનું વર્ણન કરતાં ભગવાન સુંદર ઉદાહરણ રજૂ કરે છે. જેવી રીતે કોઇ ફૂલમાંથી સુવાસ લઇને પવન ચાલ્યો જાય છે તે જ રીતે શરીરમાંથી આત્મા ચાલ્યો જાય છે. સામાન્ય માનવને તેનું દર્શન થતું નથી પરંતુ સંતપુરુષો તેને જોઇ શકે છે.

ભગવાન કહે છે શરીરમાં જઠરાગ્નિ બનીને હું જ ભોજનને પચાવું છું. હું જ સ્મૃતિનો દાતા છું. હું જ જ્ઞાનનું મૂળ છું. અગ્નિ, સૂરજ, ચંદ્રમાં જે કાંઇ તેજ જણાય છે તે મારે લીધે જ છે. શરીર નાશવંત છે અને આત્મા અવિનાશી છે. આ વિશ્વમાં ક્ષર અને અ-ક્ષર એમ બંને વસ્તુઓનો વાસ છે. પરંતુ સૌમાં પરમાત્મા સૌથી ઉત્તમ છે એથી મને પુરુષોત્તમ જાણી મારું ભજન કર.

Verse 01-05

જગતરૂપી વૃક્ષ

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५-१॥

Urdhva-mulam adhahshakham ashwatham prahuh avyayam
chhandasi yasya parnani yah tam veda sah vedavita

અવિનાશી આ જગતને કહ્યો પીપળો છે,
તેનો જાણે સાર જે, જ્ઞાની સાચો તે.
*
अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः ।
अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५-२॥

adhaschordham prasritasyasya shakha gunapravridha vishayapravalah
adhaschya mulanyanusantatani karmanu bandhini manusyaloke.

ગુણોથી વધી વિષયના મૃદુ પત્રોવાળી,
શાખા તેની ઉપરને નીચે છે સારી.

મનુષ્યલોકમાં કર્મથી બાંધનાર છે તે,
નીચે શાખા, ઉપર છે મૂળ વૃક્ષનું એ.
*

*
न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूलमसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५-३॥
narupamshyeha tathopalubhyate nam to na chadirna cha sampratistha
ashvathmainam suvirudhamula masangshastrena dridhena chhitva

સ્વરૂપ તેનું સ્હેજમાં સમજી ના જ શકાય,
આદિ અંત સંસારનાં સમજી ના જ શકાય
*
ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५-४॥

tatah padam tatparimargitavyam
yasmingata na nivartanti bhuyah
tameva chadhyam purusham prapadhye
yatah pravrittih prasrita purani

જ્યાંથી પાછા આવતા જ્ઞાની લોકો ના,
તે ઉત્તમપદ પામવું જન્મ ધરીને આ.

જેનાથી આ જગતની પ્રવૃતિ ચાલે,
તે પરમાત્મા પામવા, જગને જે પાળે.
*
निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैर्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१५-५॥

nirmanmoha jitsangadosha
adhyatmanitya vinivrittakamah
dvandvair vimuktah sukhduhkha saingyair
gachhantya mudah padamvyamtat

દ્રઢ આ દ્રુમ સંસારનું એમ વિચારી જે,
અનાસક્તિના શસ્ત્રથી છેદે બુધજન તે.

માન મોહ આસક્તિના દોષ નથી જેને,
આત્મજ્ઞાનમાં મગ્ન છે, કામ નથી જેને.

સુખ ને દુઃખસમાં બધાં દ્વંદ્વથકી પર છે,
જ્ઞાની તેવા પામતા અવિનાશી પદને.


Verse 06-10

न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥१५-६॥

na tadabhasayate suryo na shashanko na pavakah
yadgatva na nivartante tadham paramam mama

અગ્નિ સૂરજ ચંદ્ર ના જેને તેજ ધરે,
જન્મ મરણથી મુક્ત તે, મારું ધામ ખરે.
*
ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।
मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥१५-७॥

mama eva anshah jivaloke jinabhutah sanatanah
manahshasthani indriyani prakristshthani karshati

જીવ અંશ મારો થઇ શરીરમાં વસતો,
ઇન્દ્રિયોને મનતણું આકર્ષણ કરતો.
*

*
शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।
गृहित्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥१५-८॥
shariram yat avapnoti yat cha api utkvamati iswarah
grivitva etani samyati vayuh gandhan eva ashayat

સુવાસ કોઇ ફુલની પવન લઇને જાય,
તેમ જીવ આ અંગથી મૃત્યુ સમયે જાય.
*
श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।
अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥१५-९॥

shrotam kshachuh sparshanam cha rasanam ghranam eva cha
adhisthaya manah cha ayam vishyan upsevate

આંખકાન ને નાકને જીભ ત્વચા મનને,
સાધન કરતાં ભોગવે જીવ વિષયરસને.
*
उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।
विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१५-१०॥

utkramantam sthitam va api bhunjanam va gunanvitam
vimudhah na anupashyanti pashyanti gyanchakshu sah.

જીવ દેહથી જાય છે, દેહે ભોગ કરે,
મૂઢ જુએ એને નહીં, દર્શન સંત કરે.


Verse 11-15

यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।
यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥१५-११॥

yatantah yoginah cha enam pashyanti atmani avasthitam
yatanthah api akritatmana na inam pashyanti achetasah

યોગી યત્ન કરી જુએ અંતરમાં તેને,
યત્ન કર્યે પણ ના જુએ ચંચળજન એને.
*
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥१५-१२॥

yat adiytayagatam tejah jagat bhasyate akhilam
yat chandramasi yat cha agnav tat tejah viddhi mamakam

અગ્નિ સૂરજ ચંદ્રમાં જે કૈં તેજ જણાય,
તેજ તે બધું મેં ધર્યું મારું એમ ગણાય.
*

*
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।
पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥१५-१३॥
gam avishya cha bhutani dharayami aham ojasa
pushnami eha auoshadhih sarvah somah bhtva rasatmakah

ધારું છું હું જગતને પૃથ્વીના રૂપમાં
પોષું છું ને ઔષધિ ઢળી ચંદ્રરસમાં.
*
अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।
प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१५-१४॥

aham vaishvanarah bhutva praninam dehamashritah
pranapan samayuktah pachami annam chaturvidham

જઠરાગ્નિ બનતાં રહ્યો શરીરમાંયે હું,
ચાર જાતના અન્નને હું જ પચાવું છું.
*
सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् ॥१५-१५॥

sarvasya cha aham hridi sanivistah
mattah smritih gyanam apohanam cha
vaideh cha sarvaih aham eva vedhyah
vedankrita vedavitta eva cha aham

સૌના હૈયે છું રહ્યો, જીવનપ્રાણ થઈ,
જ્ઞાન, જ્ઞાનનું મૂળ છું, સાચી વાત કહી.

સંશયનાશક જ્ઞાન ને સ્મૃતિનો દાતા હું,
વેદાંતક ને વેદનો જાણનાર પણ છું.




Verse 16-20

द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।
क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ॥१५-१६॥

dvou imau purushau loke ksharah cha aksharah eva cha
ksharah sarvani bhutani kutasthokshar uchyate

આત્મા તો અવિનાશ છે, છે શરીરનો નાશ,
ક્ષર ને અક્ષર વસ્તુનો એમ વિશ્વમાં વાસ.
*
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१५-१७॥

uttamah purushah tu anyah parmatma iti udahritah
yah lokatrayam avishya vibhavti avyayah ishwarah

પરમાત્મા બીજા વળી એથી ઉત્તમ છે,
જે વ્યાપક જગમાં થયા, ઈશ્વર સાચે તે.
*

*
यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१५-१८॥
yasmat ksharam atitah aham aksharat api cha uttamah
atah asmi loke vede cha prathitah purushottamah

ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ હું, એથી અર્જુન હે,
કહે વેદ ને જગતમાં પુરુષોત્તમ મુજને.
*
यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।
स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥१५-१९॥

yah mama evam asammudhah janati purushottamam
sah sarvavita bhajati mama sarvabhavana bharata

મને જ પુરુષોત્તમરૂપે જાણે જ્ઞાની જે,
ભજે સર્વભાવે મને સર્વજ્ઞ ખરે તે.
*
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
एतद्‌बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥१५-२०॥

iti ghuhyatamum shastram idam uktam maya anagha
etat budhva buddhiman syat kritkrityah cha bharata

ખૂબ ગુઢમાં ગુઢ આ શાશ્ત્ર કહ્યું છે મેં
ધન્ય તેમ જ્ઞાની બને આને જાણે તે.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade purshottam yogo nama panchadasho adhyayah

।। અધ્યાય પંદરમો સમાપ્ત ।।

અધ્યાય ચૌદમો : ગુણત્રયવિભાગ યોગ


અધ્યાય ચૌદમો : ગુણત્રયવિભાગ યોગ


Chapter 14


Gunatraya-vibhag Yog

All bodied souls are under the influence of three qualities or nature called satva, raj and tam. In this chapter, Lord Krishna presents comprehensive analysis of how these qualities act upon a person; how one can rise above their influence and the characteristics of a person who has transcended them.

અધ્યાય ચૌદમો : ગુણત્રયવિભાગ યોગ

આ અધ્યાયમાં ભગવાન ત્રણ પ્રકારનાં ગુણોનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે ત્રણ ગુણવાળી પ્રકૃતિના આધારથી હું સૃષ્ટિની રચના કરું છું. સત્વ, રજ અને તમ - એ ત્રણ પ્રકૃતિના ગુણો છે જે માણસને શરીરમાં મોહિત કરે છે.

સત્વગુણ જ્ઞાન સાથે, રજોગુણ કર્મ સાથે અને તમોગુણ ઉંઘ અને આળસ સાથે માણસને બાંધે છે. દરેક શરીરધારીમાં આ ગુણોનો વત્તોઓછો પ્રભાવ જોવા મળે છે. લોભ અને તૃષ્ણા વધે તો રજોગુણનો ઇન્દ્રિયો પર કાબૂ વધ્યો એમ કહી શકાય. તેવી જ રીતે વિવેક તૂટે અને પ્રમાદ, આળસ થાય તો તમોગુણ વધ્યો જાણવો. સાત્વિક ગુણવાળો ઉત્તમ, રાજસ ગુણવાળો મધ્યમ અને તમોગુણવાળો અધમ ગતિને લભે છે. જે માનવ આ ગુણોને જીતે છે તે જન્મ-જરાના બંધનોથી છૂટીને પરમપદને પ્રાપ્ત કરે છે.

અર્જુન કહે છે કે એવી વ્યક્તિ કેવી રીતે ઓળખી શકાય? ભગવાન તેના જવાબમાં ગુણાતીત વ્યક્તિનું વર્ણન કરે છે જે ઘણે અંશે સ્થિતપ્રજ્ઞ પુરૂષ, આદર્શ ભક્ત તથા આદર્શ જ્ઞાનીના વર્ણનને મળતું આવે છે.

Verse 01-05

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagavan uvacha

परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम् ।
यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः ॥१४-१॥

parambhuyah pravakshyami gyananam gyanamuttamam
yat gyatva munayah sarve param siddhimiti gatah

ફરીથી કહું છું તને જ્ઞાન તણું યે જ્ઞાન,
જેને જાણી મુનિવરો પામ્યા છે કલ્યાણ.
*
इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः ।
सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ॥१४-२॥

idam gyanam upashritya mam sadharmyam agatah
sarge api na upajayante pralaye na vyathanti cha

પામીને આ જ્ઞાનને જે મુજને મળતાં,
તે કલ્પે ના જન્મતા, પ્રલયે ના મરતાં.
*

*
मम योनिर्महद्ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् ।
संभवः सर्वभूतानां ततो भवति भारत ॥१४-३॥
mama yoni mahat brahman tasmin gurbham dadhami aham
sambhavah sarvabhutanam tatah bhavati bharata

પ્રકૃતિ મારી યોનિ છે, તેમાં પ્રાણ ધરું,
તેથી વિશ્વ વિરાટ આ જન્મે છે સઘળું.
*
सर्वयोनिषु कौन्तेय मूर्तयः संभवन्ति याः ।
तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिता ॥१४-४॥

sarvayonishu kaunteya murtayah sambhavanti yah
tasam brahman mahat yonih aham beejapradah pitah

ભિન્ન યોનિમાં જીવ જે જગમાં જન્મ ધરે,
પિતા તેમનો ગણ મને, પ્રકૃતિ માત ખરે.
*
सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः ।
निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥१४-५॥

satvam rajah tamah iti gunah prakritisambhavah
nibandhanti mahabaho dehe dehinam avyayam

સત્વ રજ અને તમ ત્રણે પ્રકૃતિના ગુણ છે,
શરીરમાં લપટાવતા માણસને ગુણ તે.


Verse 06-10

तत्र सत्त्वं निर्मलत्वात्प्रकाशकमनामयम् ।
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ ॥१४-६॥

tatra satvam nirmalvat prakashkam anamayam
sukhasangena badhanati gyansangena cha anagh

સત્વ ગુણ ખરે શુધ્ધ છે, રૂપ તેજનું છે,
સુખની તેમજ જ્ઞાનની સાથે બાંધે તે.
*
रजो रागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् ।
तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् ॥१४-७॥

rajah nagatmakam viddhih trishna sangasamudbhavam
tat nibandhati kaunteya karmasanseva dehinam

રજો ગુણ ઊઠે રાગથી, તૃષ્ણાથી તે થાય,
કર્મમહીં માનવ સદા તેનાથી બંઘાય.
*

*
तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् ।
प्रमादालस्यनिद्राभिस्तन्निबध्नाति भारत ॥१४-८॥
tamah tu agyanajam viddhi mohanam sarvadehinam
pramadalsya nidrabhih tata nibandhati bharata

અજ્ઞાન થકી ઉપજે વળી તમોગુણ તો,
પ્રમાદ આળસ ઊંઘથી બાંધે છે તે તો.
*
सत्त्वं सुखे संजयति रजः कर्मणि भारत ।
ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युत ॥१४-९॥

sattvam sukhe sanjayati rajah karmani bharata
gyanam avritya tu tamah pramade sanjayati ut

સુખ આપે છે સત્વ ગુણ, રજ કર્મે દોરે,
તમ તો જ્ઞાન હરે, ભરે આળસને જોરે.
*
रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत ।
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा ॥१४-१०॥

rajah tamah cha abhibhuya satvam bhavati bharata
rajah satvam tamah cha eva  tamah satvam rajas tatha

રજ ને તમને ઢાંકતા વધે સત્વગુણ આ,
રજોગુણ વધે ને કદી વધે તમો ગુણ આ.


Verse 11-15

सर्वद्वारेषु देहेऽस्मिन्प्रकाश उपजायते ।
ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ॥१४-११॥

saruadvareshu dehe asmin prakashah upjayate
gyanam yada tada vidyat vivridham satvam iti ut

રોમરોમમાં અંગમાં, પ્રકાશજ્ઞાન છવાય,
સત્વગુણ વધ્યો તો ખરે, જોતા એમ ગણાય.
*
लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा ।
रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥१४-१२॥

lobhah pravitrih arambhah karmanam ashamah spriha
rajasi etani jayante virridhe bharatavshabhah

લોભ પ્રવૃતિ થાય ને તૃષ્ણા વધતી જાય,
રજોગુણ વધ્યે કાબુ ના ઈન્દ્રિયોનો થાય
*

*
अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च ।
तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥१४-१३॥
aprakashah apravitih cha pramadah mohah eva cha
tamasi etami jayante vivridhe kurunandan

વિવેક તૂટે મોહ ને પ્રમાદ આળસ થાય,
તમો ગુણ વધે તે સમે લક્ષણ આમ જણાય.
*
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् ।
तदोत्तमविदां लोकानमलान्प्रतिपद्यते ॥१४-१४॥

yata satve pravridhe tu prakyam yati dehbhrit
tada uttamvidam lokan amalan pratipadhyate

સત્વગુણ મહીં મોત જો કોઇ જનનું થાય,
તો તે ઉત્તમ લોકમાં શુધ્ધ લોકમાં જાય
*
रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते ।
तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ॥१४-१५॥

rajasi pralayam gatva karmasangishu jayate
tatha pralinah tamasi mudhayonishu jayate

રજોગુણમહીં જો મરે, કર્મીજનમાં જાય,
મૂઢ યોનિમાં જાય જો મોત તમમહીં થાય.


Verse 16-20

कर्मणः सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् ।
रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ॥१४-१६॥

karmanah sukritasya ahuh satvika nirmalam phalam
rajasah tu phelam duhkham agyanam tamasah phalam

સત્કર્મ તણું સાત્વિક તેમજ નિર્મલ ફલ સાચે જ મળે,
રજનું ફલ છે દુઃખ તેમ, તમનું ફલ છે અજ્ઞાન ખરે.
*
सत्त्वात्संजायते ज्ञानं रजसो लोभ एव च ।
प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ॥१४-१७॥

satvat sanjayate gyanam rajasah lobhah eva cha
pramadmoha tamasah bhavatah agyanam eva cha

સત્વગુણ થકી જ્ઞાન ને લોભ રજ થકી થાય,
મોહ તેમ અજ્ઞાન ને પ્રમાદ તમથી થાય.
*

*
ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः ॥१४-१८॥
urdham gachhanti satvasthah madhye tisthanti rajasah
jaghanya gunavritisthah adhah gachhanti tamasah

સાત્વિક ગતિ ઉત્તમ લભે, રાજસ મધ્યમને,
તમોગુણી લોકો લભે સદા અધમ ગતિને.

नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति ।
गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति ॥१४-१९॥

na anyamgunebhyah kartaram yada dristva anupashyati
gunebhyah cha parava vetti madbhavan sah adhigachhati

કર્મતણો કર્તા નથી ગુણો વિના કોઇ,
આત્મા ગુણથી પર સદા, સમજે એ કોઇ.

ત્યારે તે મુજ ભાવને પ્રાપ્ત થઇ જાયે,
નિર્વિકાર બનતાં મને પ્રાપ્ત થઇ જાયે.
*
गुणानेतानतीत्य त्रीन्देही देहसमुद्भवान् ।
जन्ममृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥१४-२०॥

gunam etam atitya trini dehi dehsamudhavana
janma mrityajara duhkhaih vinuktah amritam ashnute

આ ત્રણ ગુણને જીતતાં જે તેથી પર થાય,
જન્મજરાથી તે છૂટી અમૃતરસમાં ન્હાય.



Verse 21-25

अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

कैर्लिङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो ।
किमाचारः कथं चैतांस्त्रीन्गुणानतिवर्तते ॥१४-२१॥

kaih lingaih trina gunana etan atitah bhavati prabho
kimacharah katham cha etan trini gunan ativartate

આ ત્રણ ગુણને જીતતાં જે તેથી પર થાય,
કેવાં લક્ષણથી કહો તેની ઓળખ થાય.
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव ।
न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति ॥१४-२२॥

prakasham cha pravritim cha mohameva cha pandava
na dvesti sam pravittani na nivritani kankshati

મોહથી ચળે તે નહીં, કર્મે ના લેપાય,
દ્વેષ કરે ના કર્મ કે શાંતિને ના ચ્હાય.
*

*
उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते ।
गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते ॥१४-२३॥
udasinvat asinah gunaih yah na vichalyate
gunah vartante eti eva yah avatisthati na ingate

ઉદાસીન જેવો રહે, ગુણથી ચલિત ન થાય,
ગુણો વર્તતા ગુણમહીં, સમજી ચલિત ન થાય.
*
समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः ।
तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ॥१४-२४॥

samadukhsukhah swasthah samaloshtashanakanchanah
tulyapriyapriyah dhirah tulyaninda tma sanstutih

સુખ ને દુઃખમહીં રહે શાંત ચિત્ત જેનું.
માટી સોનું પત્થરે સરખું મન તેનું.

કોઇ નીંદે કે કરે કોઇ ભલે વખાણ,
માન કરે, કોઇ કરે કે છો ને અપમાન.
*
मानापमानयोस्तुल्यस्तुल्यो मित्रारिपक्षयोः ।
सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ॥१४-२५॥

manapamanyoh tulyah tulyah mitraripapakshayoh
sarvarambha parityagi gunatitah sah uchyate

બધી દશામાં તે રહે શાંત પ્રસન્ન સમાન,
સરખા શત્રુ મિત્ર છે, ગુણાતીત તે જાણ.


Verse 26-27

मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते ।
स गुणान्समतीत्यैतान्ब्रह्मभूयाय कल्पते ॥१४-२६॥

mam cha yat avyabhicharena bhaktiyogena sevate
sah gunan samatitya etan brahma bhuyay kalpate

ખૂબ પ્રેમભકિત કરે મારે માટે જે,
ગુણને જીતી પ્રભુસમો બની જાય છે તે.
*

*
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च ।
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॥१४-२७॥
brahmanah hi pratistha aham amritasya avyayasya cha
shashvatasya cha dharmasya sukhasyai kantikasya cha

અમર વિનશ્વર બ્રહ્મની પ્રતિષ્ઠા મને જાણ,
સુખ ને શાશ્વત ધર્મનો આધાર મને માન.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ॥ १४ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade gunatrayo vibhagyogo nama chaturdasho adhyayah

।। અધ્યાય ચૌદમો સમાપ્ત ।।

અધ્યાય તેરમો : ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ


અધ્યાય તેરમો : ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ


Chapter 13


Kshetra-kshetragna Vibhag Yog

In this chapter Lord Krishna describe about physical body, soul and the super soul. The characteristics of one who beholds ultimate knowledge (Gyāni) are detailed.

અધ્યાય તેરમો : ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગ યોગ

ભગવાન કહે છે કે આ શરીર એ એક ક્ષેત્ર - ખેતર છે, અને હું તેનો ક્ષેત્રજ્ઞ એટલે કે માલિક છું. આ અધ્યાયમાં ભગવાન જ્ઞાનીનાં લક્ષણોનું વર્ણન કરે છે. માની ન બનવું, દંભ અને દર્પનો ત્યાગ કરવો, દયાભાવ રાખવો, જીવોને કદી ન હણવા, કોઇ બુરૂ કરે તોય ક્ષમા દેવી, સદાય સ્વચ્છ રહેવું, ગુરૂને પૂજ્ય માનવા, ઇન્દ્રિયોના સ્વાદમાં સુખ ન જોવું, મનને કામ-ક્રોધાદિ વિકારોથી મુક્ત રાખવું, સ્ત્રી-ઘર-સંતાનમાં મમતા ન કરવી, સારા-નરસા સમયમાં ધીરજનો ત્યાગ ન કરવો, જનસમુહની પ્રીત ન કરવી અને અનન્યભાવે ઇશ્વરની ભક્તિ કરવી વિગેરે આદર્શ જ્ઞાનીનાં લક્ષણો છે.

જે રીતે સૂર્ય એક જ હોવાં છતાં બધે પ્રકાશ ધરે છે તે જ રીતે આત્મા સ્વરૂપે ઇશ્વર સર્વે જીવોમાં પ્રકાશી રહેલા છે. ભગવાન કહે છે કે હું જ એકમાત્ર જાણવા યોગ્ય છું એથી મને જ જાણવાનો પ્રયત્ન કરવો. જે માનવ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ધરાવે તે સહજ મોક્ષને પામે છે અને પોતાનું પરમ કલ્યાણ કરે છે.

Verse 01-05

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ

श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri Bhagvan uvacha

इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते ।
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः ॥१३-१॥

idam shariram kaunteya kshetram iti abhidhiyate
yetat yah vetti tam prahuh kshetragyah iti tadvidah

આ શરીર અર્જુન હે, ક્ષેત્ર એમ કહેવાય,
જે જાણી લે તેહને તે ક્ષેત્રજ્ઞ ગણાય.
*
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत ।
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ॥१३-२॥

kshetragyam cha api mam viddhi sarva kshetreshu bhavata
kshetrakshetragyah gyanam yat tata gyanam matam mama

સર્વ શરીરોમાં મને ક્ષેત્રજ્ઞ ખરે જાણ,
જ્ઞાન ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન સત્ય તે માન
*

*
तत्क्षेत्रं यच्च यादृक्च यद्विकारि यतश्च यत् ।
स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु ॥१३-३॥
tat kshetram yat cha yadrik cha yadvikar yatah cha yat
sah cha yah yatprabhavah cha tat samasena me shrinuh

ક્ષેત્ર તેમ ક્ષેત્રજ્ઞ શું, પ્રભાવ તેનો શું,
વિકાર તેના, તે બધું કહું ટુંકમાં હું.
*
ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ।
ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः ॥१३-४॥

rishibhih bahudha gitam chhandobhih vividhai prithak
brahmasutrapadaih cha eva hetumadhih virischyataih

વિવિધ છંદમાં જ્ઞાન આ  કહ્યું કૈંક ઋષિએ,
બ્રહ્મસૂત્રના પદમહીં તેને ગાયું છે.
*
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च ।
इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः ॥१३-५॥

mahabhutani ahankaro buddhih avygktam eva cha
indriyani das ekam cha samah cha indriyago charah

મહાભૂત બુધ્ધિ વળી અવ્યક્ત અંહકાર,
દસ ઈન્દ્રિયો મન અને પાંચ વિષય વિસ્તાર.


Verse 06-10

इच्छा द्वेषः सुखं दुःखं संघातश्चेतना धृतिः ।
एतत्क्षेत्रं समासेन सविकारमुदाहृतम् ॥१३-६॥

ichha diveshah sukhamdukham sanghatah chetna dhritih
etat kshetram samasena savikaram udahritam

ઈચ્છા સુખ ને દુઃખ ને દ્વેષ ચેતના તેમ,
દ્યુતિ સંઘાત કહેલ છે ક્ષેત્ર વિકારી એમ.
*
જ્ઞાનીનાં લક્ષણ

अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् ।
आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः ॥१३-७॥

amanitvam adambhitvam ahinsa kshantih arjavam
acharyopasanam shaucham sthairyam atmavinighahah

માની ના બનવું વળી દંભ દર્પ તજવાં,
દયા રાખવી, જીવને કો'દી ના હણવા.

બુરું કરે કોઈ કદી તોય ક્ષમા દેવી,
સરલ હૃદય ને પ્રેમથી વાત સદા કે'વી.

પૂજ્ય ગુરૂને માનવા, સ્વચ્છ સદા રહેવું,
ચંચલતાને છોડવી, મન જીતી લેવું.
*

*
इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च ।
जन्ममृत्युजराव्याधि दुःखदोषानुदर्शनम् ॥१३-८॥
indriyarthesu vairagyam anhankarah eva cha
janmamrityujaravyadhi dhukhadoshanudarshanam

ઈન્દ્રિયોના સ્વાદમાં સુખ ના કદિ જોવું,
કામ, ક્રોધ, અભિમાન મૂકી મન ધોવું.

જન્મ થાય છે મરણ ને રોગ વળી થાયે,
ઘડપણ આવે એમ આ જીવન તો જાયે.

એમ દુઃખ દોષો બધા જીવનના જોવા.
વૈરાગ્ય તણા લેપથી વિકાર સૌ ધોવા.
*
असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु ।
नित्यं च समचित्तत्वमिष्टानिष्टोपपत्तिषु ॥१३-९॥

asaktih anbhisvangah putradev grihadishu
nityam cha samchittatvam istaristopapattishu

સ્ત્રી ઘર સંતાને નહીં મમતા રતિ  કરવી,
સારા નરસા સમયમાં ધીરજને ધરવી.
*
मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी ।
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ॥१३-१०॥

mayi cha ananyagojena bhaktih avyabhicharini
viviktadesh sevitvam aratih janasansadi

અનન્ય ભાવ કરી સદા મુજ ભકિત કરવી.
જનસમૂહની પ્રીત ના સ્વપ્ને પણ કરવી.

શાંત સ્થળે રે'વું, વળી કરવો ત્યાં અભ્યાસ,
જ્ઞાન મેળવી પામવા ઈશ્વરને અભ્યાસ.


Verse 11-15

अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् ।
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ॥१३-११॥

adhayatmagyananityatvama tattvagyanarthdarshamam
etajgyanamiti proktam gyanam yadatoanyatha

જીવનનું ધન માનતાં મેળવવો મુજને,
આ સૌ જ્ઞાનતણાં કહ્યાં લક્ષણ મેં તુજને.
*
ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्नुते ।
अनादि मत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ॥१३-१२॥

gyeyam yat tat pravakshyami yat gyatva amritam ashrute
anaditam param brahma na sat tat na asat uchyate

તે જ જાણવા જોગ છે જેથી અમર થવાય.
અનાદિ તે પરબ્રહ્મ ના સત્યાસત્ય ગણાય.
*

*
सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥१३-१३॥
sarvatah panipadam tatah sarvatoakshishiramukham
sarvatah shritimat loke sarvam avritya tisthati

તે ઈશ્વરને જાણજે, જે  વ્યાપક સઘળે,
બધે હાથ પગ આંખ છે, શિર જેનાં સઘળે
*
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् ।
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॥१३-१४॥

sarvaindriya gunabhasam sarva indriya vivarjitam
asaktam sarvabhrichhaive nirgunam gunabhoktri cha

ગુણપ્રકાશક તેમ છે ઈન્દ્રિયથી પર તે,
ધારણ કરતા સર્વના અનાસક્ત પણ છે.
*
बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥१३-१५॥

bahih antah cha bhutanam acharam charam eva cha
sukshmatvat tat avigyeyam durstham cha antike cha tatah

ચરાચર બધા જીવની બહાર અંદર છે,
સુક્ષ્મ ખૂબ છે, એટલે અગમ્ય તે પ્રભુ છે.

દૂર રહ્યા તે તોય છે હૃદયે ખૂબ જ પાસ,
સૌને સરજી પાળતા, કરતાં સૌનો નાશ.

Verse 16-20

अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् ।
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ॥१३-१६॥

avibhaktam cha bhutesu vibhaktam eva cha sthitam
bhutbhartru cha tat gyeyam grasishanu prbhavishnu cha

સમગ્ર જીવોમાં રહ્યાં વિભકત જેવા તે,
પોષક સૌના જ્ઞેય ને નાશક સર્જક છે.
*
ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते ।
ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् ॥१३-१७॥

jyotisham api tat jyotih tamasah param uchyate
gyanam gyeyam gyanagamyam hridi sarvasya vishisthatam

પ્રકાશનાય પ્રકાશ તે, અંધકારથી દૂર,
હૃદયમાં રહ્યાં સર્વના, જ્ઞાન પ્રેમના પૂર.
*

*
इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः ।
मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते ॥१३-१८॥
iti kshetram tatha gyanam gyeyam cha uktam samasatah
madbhaktah etat vigyaya madhbhavaya upapadhate

જ્ઞાન, જ્ઞેય ને ક્ષેત્રને કહ્યું ટૂંકમાં મેં,
ભકત ભાવ મુજ મેળવે જ્ઞાન મેળવી તે.
*
प्रकृतिं पुरुषं चैव विद्ध्यनादी उभावपि ।
विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान् ॥१३-१९॥

prakritim purusham cha eva viddhi anadi ubhau api
vikaran cha gunan cha eva viddhi prakritisambhavan

પ્રકૃતિ પુરૂષ અનાદિ છે એમ ખરે તું જાણ,
વિકાર ને ગુણ ઊપજ્યા પ્રકૃતિમાંથી માન.
*
कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते ।
पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥१३-२०॥

karyakaran kartritve hetuh prakritih uchyate
purushah sukhduhkhanam bhoktritve hetuh uchyate

કારણ તેમજ કાર્યને છે પ્રકૃતિ કરનાર,
પુરૂષ સુખ ને દુઃખના ભોગો ભોગવનાર.

Verse 21-25

पुरुषः प्रकृतिस्थो हि भुङ्‌क्ते प्रकृतिजान्गुणान् ।
कारणं गुणसङ्गोऽस्य सदसद्योनिजन्मसु ॥१३-२१॥

purushah prakritisthah hi bhungate prakritjan gunan
karanam gunasangah asya sadsadhyonijanmasu

પ્રકૃતિના ગુણનો કરે પુરૂષ સદાયે ભોગ,
તેથી તેને થાય છે જન્મમરણનો રોગ.
*
उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन्पुरुषः परः ॥१३-२२॥

updrista anumanta cha bharta bhokta maheshwarah
paramatma iti cha api uktah dehe asmin purushah parah

સાક્ષી પાલક સર્વના મહેશ્વર કહ્યા તે,
પરમાત્મા ઉત્તમ વળી આ શરીરમાં છે.

પરમ પુરૂષ તે તો સદા દેહે વાસ કરે.
દ્રષ્ટા મંતારૂપ તે સૌમાં વાસ કરે.
*

*
य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह ।
सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ॥१३-२३॥
yah evam vetti purusham prakritim cha gunaih sah
sarvatha vartamanah api na sah bhuyah abhijayate

પુરૂષ તેમ ગુણસાથ જે પ્રકૃતિને જાણે,
કોઇ સ્થિતિમાં તે નહીં ફરી જન્મ પામે.
*
ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना ।
अन्ये सांख्येन योगेन कर्मयोगेन चापरे ॥१३-२४॥

dhyanena atmani pashyanti kechit atmanam atmana
anye sankhyena yogena kamayogena cha apare

કોઇ પ્રભુને ધ્યાનમાં હૃદયે દેખે છે,
કોઇ જ્ઞાન થકી કરી કર્મે પેખે છે.
*
अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते ।
तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥१३-२५॥

anye tu evam ajanantah shrutva anyebhyah upasate
te api cha atitaranti eva mrityum shrutiparanayah

બીજા પાસે સાંભળી પ્રભુને ભજતાં જે,
તરી જાય છે મોતને સુણનારાયે તે.


Verse 26-30

यावत्संजायते किंचित्सत्त्वं स्थावरजङ्गमम् ।
क्षेत्रक्षेत्रज्ञसंयोगात्तद्विद्धि भरतर्षभ ॥१३-२६॥

yavat sanjayate kinchit satvam sthavarjangamam
kshetrakshetragya samayogat tat viddhi bharatarshabhah

જડ ને ચેતન જન્મતું જે કૈ પણ દેખાય,
તે પ્રકૃતિ ને પુરૂષના સમાગમ થકી થાય.
*
समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् ।
विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ॥१३-२७॥

samam sarvesu bhuteshu tisthantam parameshvaram
vinashyatsu avinashyantam yah pashyati sah pashyati

સમાનરૂપે  સર્વમાં વસી રહ્યા પ્રભુ તે,
તેને જે જોતાં સદા જોતાં સાચું તે.

વિનાશી બધી વસ્તુમાં અવિનાશી પ્રભુ તે,
તેને જે જોતાં સદા જોતાં સાચું તે.
*

*
समं पश्यन्हि सर्वत्र समवस्थितमीश्वरम् ।
न हिनस्त्यात्मनात्मानं ततो याति परां गतिम् ॥१३-२८॥
samam pashyam hi sarvatra samvyavasthitam ishwaram na
hinasti atmana atmanam tatah yati param gatim

આત્મા જેવા અન્યને તે ન કદી મારે,
વિનાશી જગે જે સદા પ્રભુજીને ભાળે.
*
प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः ।
यः पश्यति तथात्मानमकर्तारं स पश्यति ॥१३-२९॥

prakritya eva cha karmani kriyamanani sarvashah
yah pashyati tatha atmanam akartaram sah pashyati

પ્રકૃતિ કર્મ કરે બધાં, આત્મા કૈં ન કરે,
એમ જાણતાં જાણતાં સાચું  તે જ તરે.
*
यदा भूतपृथग्भावमेकस्थमनुपश्यति ।
तत एव च विस्तारं ब्रह्म संपद्यते तदा ॥१३-३०॥

yada bhutaprithagbhavame ekastham anupashyati
tatah eva cha vistaram brahma sampadhate tada

ભિન્ન જીવ પ્રભુમાં રહ્યા તે પ્રભુથી થાયે,
સમજે એવું તેમને પ્રભુ પ્રાપ્તિ થાયે.



Verse 31-34

अनादित्वान्निर्गुणत्वात्परमात्मायमव्ययः ।
शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ॥१३-३१॥

anaditvat nirgunatvat paramatma ayan avyayah
sharirastha api kaunteya na karosi na lipyate

પરમાત્મા અવિનાશ ને અનાદિ નિર્ગુણ આ,
કૈં ન કરે દેહે રહી કે લેપાયે ના.
*
यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते ।
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥१३-३२॥

yatha sarvagatam saukshyamat akasham na upadiyate
sarvatravasthito dehe tathatma nopalipyate

વ્યાપક તોય સુક્ષ્મ ના લિપ્ત થાય આકાશ.
આત્મા તેમજ અંગમાં ના લેપાયે ખાસ,
*

*
यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥१३-३३॥
yatha prakashyati ekah kritsnam lakam imam ravih
kshetram kshetri tatha kritsnam prakashyati bharata

સૂર્ય જેમ એક જ છતાં બધે પ્રકાશ કરે,
આત્મા તેમ જ દેહમાં બધે પ્રકાશ ધરે.
*
क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ॥१३-३४॥

kshetra kshetragyoh evam antaram gyanchakshusha
bhutaprakritamoksham cha ye viduh yanti te param

ક્ષેત્ર તેમજ ક્ષેત્રજ્ઞ ને જીવ પ્રકૃતિ જ્ઞાન,
મોક્ષ વળી જે જાણતા, તે કરતા કલ્યાણ.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः ॥ १३ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade kshetra khstrajna vibhagyogo nama trayodasho adhyayah

।। અધ્યાય તેરમો સમાપ્ત ।।

અધ્યાય બારમો : ભક્તિ યોગ


અધ્યાય બારમો : ભક્તિ યોગ


Chapter 12

Bhakti Yog

In this chapter, Lord Krishna sings the glory of devotion. Lord Krishna shows various means of worship which forms the basis of the path of devotion. Lord Krishna also narrates the characteristics of an ideal devotee.

અધ્યાય બારમો : ભક્તિ યોગ

ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ, આદર્શ ભક્તનું રેખાચિત્ર દોરે છે. ભગવાન કહે છે કે આદર્શ ભક્ત મારામાં મન જોડી, ખૂબ શ્રદ્ધાથી, મને બધું જ અર્પણ કરીને ભજે છે, અને આવા ભક્તનો હું મૃત્યુલોકથી ઉદ્ધાર કરું છુ.

ભક્તિમાર્ગનો આધાર લઇને પોતાને પામવા માટેનો માર્ગ પણ ભગવાન બતાવે છે. ભગવાન કહે છે કે મારામાં મન સ્થિર કરનાર, મારે માટેના કર્મોનું અનુષ્ઠાન કરનાર, સર્વ કર્મફળનો ત્યાગ કરી મારું અનન્યભાવે શરણ લેનાર મને સર્વરૂપે પામે છે.

આદર્શ ભક્તના લક્ષણો પણ આ અધ્યાયમાં વર્ણવવામાં આવ્યા છે. સર્વ જીવ પર મિત્રતા, દયા અને પ્રેમ, સુખ અને દુઃખમાં સમતા, ક્ષમાશીલ, સંતોષી અને સંયમી, દૃઢ નિશ્ચયી, કોઇને ન દુભવનાર, હર્ષ-શોકનો ત્યાગ કરનાર, વ્યથા અને તૃષ્ણાથી પર, સંસારથી ઉદાસીન અને સ્થિર બુદ્ધિવાળો માનવ આદર્શ ભક્ત હોય છે અને આવો ભક્ત ભગવાનને અતિ પ્રિય છે.

Verse 01-05

अर्जुन उवाच
શ્રી અર્જુન કહે છે
Arjuna uvacha

एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥१२-१॥

evam satatyuktah ye bhaktaih tvam paryupasate
ye cha api aksharam avyaktam tesam ke yogavittamah

જોડાઈ તમ સાથ જે ભક્તિ ભક્ત કરે,
અવિનાશી અવ્યક્તની ભક્તિ તેમ કરે.

તે બંનેમાં માનવો, ઉત્તમ યોગી કોણ?
પ્રશ્ન થાય મુજને હશે, ઉત્તમ યોગી કોણ?
*
श्रीभगवानुवाच
શ્રી ભગવાન કહે છે
Shri bhagavan uvacha

मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते ।
श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ॥१२-२॥

mayi aveshya mano ye mam nitya yuktah upasate
shradhya paraya petaste me yuktatamah matah

મારામાં મન જોડતાં, શ્રધ્ધા ખૂબ કરી,
સંધાઈ મુજ સાથ જે મુજને સર્વ ધરી.

કરતાં ભક્તિ માનજે ઉત્તમ તું તેને,
ઉત્તમ યોગી મુજ મહીં આસક્તિ જેને.
*

*
ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।
सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥१२-३॥
ye tu aksharam anirdeshyam avyaktam pavyupasate
sanvatragam achinntayam cha kutastham achalam dhruvam

અવિનાશી અવ્યક્તને અચિંત્ય મારું રૂપ
સર્વ વ્યાપક જે ભજે સ્થિર કૂટસ્થ સ્વરૂપ,
*
संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥१२-४॥

saniyamma indriyagramam sarvatra sambudhayah
te pra pnuvanti mam eva sarvabhuhite ratah

સમબુધ્ધિ ધારી બને જે ઈન્દ્રિય સ્વામી,
સૌનું હિત કરનાર તે મને જાય પામી.
*
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् ।
अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते ॥१२-५॥

kleshah adhiktarah tesam avyakta sakta chetasam
avyakta hi gatih duhkham dehvaddhih avapyate

નિરાકાર રુપે ભજ્યે ક્લેશ ઘણો થાયે
દેહવાન અવ્યક્તમાં દુઃખ થકી જાયે. ॥૫॥


Verse 06-10

ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥१२-६॥

yetu sarvani karmanu mayi samyastha mataparah
anyena eva yogana mam dhyayantah upasate

બધાં કર્મ અર્પી મને મત્પર જે જન થાય,
અનન્ય ભાવે જે ભજે ધરતાં ધ્યાન સદાય.
*
तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि नचिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥१२-७॥

tesham aham samuddharta mrutya samsaratsagarat
bhavami nachirat partha mayi aveshita chetasam

મૃત્યુલોકથી તેમનો કરવામાં ઉધ્ધાર,
વિલંબ ના કદિ હું કરું જેને મન હું સાર.
*

*
વિવિધ સાધન
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ॥१२-८॥

mayi eva manah adhatsva mayi buddhim nivesaya
nivasisyasi mayi eva atah urdham na sanshayam.

મારામાં મન રાખ ને બુધ્ધિ મુજમાં ધાર,
પ્રાપ્ત કરીશ મુજને પછી, શંકા કર ના લગાર.
*
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥१२-९॥

athachittam samadhatum na shankoshi mayi sthiram
abhyasyogena tatah mam ichha aptum dhananjaya

મારામાં જો ચિત્તને સ્થિર કરી ન શકાય,
અભ્યાસ તણા યોગથી કર તો યત્ન સદાય.
*
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव ।
मदर्थमपि कर्माणि कुर्वन्सिद्धिमवाप्स्यसि ॥१२-१०॥

abhyase api asamarthah asi matparamah bhava
madartham api karmani kurram siddhim avapyasyasi

અભ્યાસ થકી જો મને પ્રાપ્ત કરી ન શકે,
મારે માટે કર્મ કર તો તે યોગ્ય થશે.

મુજ માટે કર્મો કરી સિધ્ધિ મેળવશે,
મારે માટે કર્મ કર તો તે યોગ્ય થશે.


Verse 11-15

अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः ।
सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ॥१२-११॥

atha etat api ashaktah asi kurtum madyogam ashritah
sarva karma phalam tyagam tatah kuru yatatmavan

જો તે ના જ કરી શકે, શરણ લઇ મારું,
સર્વ કર્મફલ ત્યાગ તું તોય થશે સારું.
*
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते ।
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥१२-१२॥

shreyah hi gyanam abhyasat gyanat dhyanam vishisyate
dhyanat karmaphalatyagah tyagat shantih anantaram

જ્ઞાન શ્રેષ્ઠ અભ્યાસથી મંગલકારક છે,
ધ્યાન વધે છે જ્ઞાનથી એમ કહેલું છે.

ધ્યાનથકી છે કર્મના ફલનો ત્યાગ મહાન,
શાંતિ મળે છે ત્યાગથી એમ સદાયે જાણ.
*

*
ભક્તનાં લક્ષણ
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।
निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ॥१२-१३॥
advesta sarvabhutanam maitrah karunah eva cha
nirmamah nirahamkarah samdukhsukhah kshami

*
संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः ।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः ॥१२-१४॥

santustah satatam yogi satatma dhridhanischayah
mayiaprtrita manobudhih yah madbhaktah sah me priyah

સર્વ જીવ પર મિત્રતા, દયા પ્રેમ જેને,
મમતા મદ ને વેરને દૂર કર્યા જેણે.

સમાન સુખ ને દુઃખમાં, ક્ષમાશીલ છે જે,
સંતોષી ને સંયમી યોગી તેમ જ જે.

મનબુધ્ધિ અર્પણ કરી મને ભજે છે જે,
દ્રઢ નિશ્ચયથી છે મને ભક્ત ખરે પ્રિય તે.
*
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः ।
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च मे प्रियः ॥१२-१५॥

yasmat na udvijate lokah lokat na udvijate chayah
harsamarsabhayodvegaih muktah yah sah cha me priyah

દુભવે કોઇને નહીં, કોઇથી ન દુભાય,
હર્ષ શોક ભયને તજ્યાં, પ્રિય તે ભક્ત ગણાય.


Verse 16-20

अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः ।
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥१२-१६॥

unpekshah shuchih dakshah udasihan gatavyathah
sarvarambhaparityagi yah madbhaktah sah me priyah

વ્યથા તેમ તૃષ્ણા નથી, દક્ષ શુધ્ધ છે જે,
ઉદાસીન સંસારથી, પ્રિય છે મુજને તે.
*
यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति ।
शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥१२-१७॥

yah na hrishyati na dvesti na shochati na kankshati
shubhasubha parityagi bhaktimanyah sa me priyah.

હર્ષશોક આશા અને વેર કરે ના જે
મોહે ના શુભ અશુભથી, પ્રિય છે મુજને તે.
*

*
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः ॥१२-१८॥
samah shatrau cha mitre cha tatha manapamanayoh
shitosnasukhadukhesu samah sangavivarjitah
*
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् ।
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः ॥१२-१९॥

Tulya ninda stutih mauni santustoh yena kenachit
aniketah sthiramatih bhaktimanme priyah narah

માન વળી અપમાન હો, શત્રુમિત્ર કે હોય
કરે ખૂબ ગુણગાન કે નિંદા છોને કો'ય.

તુષ્ટ રહે પ્રારબ્ધથી સુખ દુઃખે ન ડગે,
સંગ તજે સમતા ધરે, ના બંધાય જગે.

ઉપાધિ ના જેને વળી, ઘરમાં ના મમતા,
સ્થિર બુધ્ધિ જે ભક્ત તે ખૂબ મને ગમતા.
*
ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते ।
श्रद्दधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥१२-२०॥

ye tu dharmayamritam idam yatha uktam paryupasate
shradhanah matparmah bhaktah te ative me priyah

ધર્મતણું અમૃત આ શ્રધ્ધાપૂર્વક જે,
પીએ ભક્તજનો મને ખૂબ ગમે છે તે.

મારું શરણું લઇ સદા, ભક્ત ભજે છે જે,
ધર્મસારને સમજતાં, પ્રિય છે મુજને તે.
*
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः ॥ १२ ॥

Ohm iti shrimad bhagawadgitasu brahmvidyayam yogashastre
shri krishna-arjuna, samvade bhaktiyogo nama dvadasho adhyayah

।। અધ્યાય બારમો સમાપ્ત ।।

Bhagavad Gita Chapter 18, Geeta Saar in Hindi

Bhagavad Gita Chapter 18, Geeta Saar in Hindi भगवान श्रीकृष्ण प्रत्येक इंसान से विभिन्न विषयों पर प्रश्न करते हैं और उन्हें माया रूपी...