Welcome to Our Community Blog to enjoy old memories including beautiful scenes, some spiritual articles and some highlights of our mother land India.

Wednesday, 20 September 2017

ગીતાનું મહાત્મ્ય અને ધ્યાન

ગીતાનું મહાત્મ્ય અને ધ્યાન





આપણા દરેક ધર્મગ્રંથમાં જે તે ગ્રંથનો મહિમા ગાવામાં આવ્યો છે. મહર્ષિ વ્યાસ રચિત ભગવદ્ ગીતા પણ એમાં અપવાદ નથી. ગીતાનો પાઠ કરવા-કરાવવાથી શું ફાયદા થાય અને એનું શું મહત્વ છે એ ભગવદ ગીતાની શરૂઆતમાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણે કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં અર્જુનને આ શ્લોકો ન કહ્યા હોય એ સ્વાભાવિક છે. કદાચ કાળક્રમે ગીતાની મહત્તા બતાવવા પંડીતોએ આ શ્લોકોને જોડ્યા હોય એમ પણ બને. તો ચાલો આપણે ભગવદ્ ગીતાના આરંભમાં રજૂ થયેલ મહાત્મ્ય અને ધ્યાનના શ્લોકોને જોઈએ.
Mahatmya - 01

श्रीधरोवाचः
 પૃથ્વી કહે છેઃ

भगवन् परमेशानः भक्तिरव्याभचारिणी।
प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो? ॥१॥

પ્રારબ્ધ તણો ભોગ જે જગમાં જન કરતાં,
ભક્તિ ઉત્તમ તે કહો કેમ કરી લભતાં ?
*
श्री विष्णुरुवाच
વિષ્ણુ ભગવાન કહે છેઃ

प्रारब्धं भुज्यमानो हि गीताभ्यासरतः सदा।
स मुक्तः स सुखी लोके कर्मणा नोपालप्यते. ॥२॥

પ્રારબ્ધ ભલે ભોગવે, ગીતારત પણ જે,
સુખી મુક્ત તે થાય છે, લેપાયે ના તે.
*
महापापादि पापानि गीताध्यानं करोति चेत्,
क्वचित्स्पर्शं न कुर्वन्ति नलिनीदलमम्बुवत् ॥३॥

ગીતા ધ્યાન કર્યા થકી, પાપ કદી ના અડે,
પદ્મ જેમ જલમાં છતાં, જલ એને ન અડે.
*
गीतायाः स्तकं यत्र यत्र पाठः प्रवर्तते।
तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै ॥४॥

ગીતા જ્યાં ને પાઠ જ્યાં ગીતાજીનો થાય,
પ્રયાગ જેવા તીર્થ ત્યાં સર્વે ભેગા થાય.
*
गीताश्रयेहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम्।
गीताझानमुपाश्चित्य त्रिल्लोकान्पालयाम्यहम् ॥५॥

ગીતા-આશ્રય હું રહું, ગીતા ઘર મારું,
ગીતાજ્ઞાન થકી જ હું ત્રિલોકને પાળું
*
गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः।
जीवनमुक्तः स विझेयो देहान्ते परमं पदम् ॥६॥

કર્મ કરે કોઈ છતાં ગીતા અમલ કરે,
જીવનમુક્ત તે થાય ને સર્વ પ્રકાર તરે.
*
गीताशास्त्रमिदं पुण्यं यः पठेत्प्रयतः पुमान्।
विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः॥७॥

ભવસાગર છે ઘોર આ, તરવા માગે જે,
ગીતારૂપી નાવનું શરણ લઈ લે તે.

પવિત્ર ગીતા ગ્રંથ આ પ્રેમે જે પઢશે,
પ્રભુને પામી શોકને ભયથી તે છૂટશે.


Mahatmya - 02

गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च ।
नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च ॥८॥

ગીતા પ્રેમે જે પઢે પ્રાણાયામ કરે,
પૂર્વજન્મ આ જન્મનાં તેનાં પાપ ટળે.
*
मलनिर्मोचनं पुसां जलस्नानं दिने दिने ।
सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनम् ॥९॥

સ્નાન કર્યાથી જાય છે, મેલ દેહનો જેમ,
ગીતા સ્નાને જાય છે માયાનો મલ તેમ.
*
गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः ।
या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिःसृता ॥१०॥

ગીતા છે ત્યાં અન્ય છે શાસ્ત્રોનું શું કામ,
પ્રભુના મુખથી પ્રગટ છે ગીતા દિવ્ય તમામ.

પ્રભુ મુખમાંથી નીકળી ગીતા જે વાંચે,
અન્ય શાશ્ત્રને તે ભલે વાંચે ના વાંચે.
*
भारतामृतसर्वस्वं विष्णोर्वक्त्राद्विनिः सृतम् ।
गीतागंगोदकं पीत्वा पुनर्जन्म न विद्यते ॥११॥

ગંગાજલ પીધા થકી અમૃતસ્વાદ મળે,
ગીતાની ગંગાથકી બીજો જન્મ ટળે.
*
सर्वोपनिषदो गावो दोग्धा गोपालानन्दनः।
पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् ॥१२॥

ઉપનિષદની ગાયને ગોપાલે દોહી,
અર્જુન વાછરડો, રહ્યું ગીતા દૂધ સોહી.
*
एकं शास्त्रं देवकीपुत्रगीतमेको देवो देवकीपुत्र एव ।
को मन्त्रस्तस्य नामानि यानि कर्मोप्येकं तस्य देवस्य सेवा ॥१३॥

ગીતા એક જ શાસ્ત્ર છે, કૃષ્ણ એક છે દેવ,
મંત્ર તેમનું નામ ને કર્મ તેમની સેવ.॥૧૩॥


Dhyanam

ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं ।
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं ॥१॥

પ્રભુએ પોતે પ્રેમથી કહી નિજ સખાને,
વ્યાસ મહર્ષિએ કરી જેની રચનાને.
*
अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशा ध्यायिनीमम्ब ।
त्वामनुसंदधामि भगवद् गीते भवद्वेषिणीम् ॥२॥

અઢાર તે અધ્યાયની, અમૃતથી જ ભરી,
ભવતારક ગીતા, તને યાદ રહ્યો છું કરી.
*
नमोऽस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ।
येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो झानमयः प्रदीपः ॥३॥

કમલસમી સોહી રહી આંખ જેમની તે,
વ્યાસ મહર્ષિ, હું નમું આજ ખૂબ પ્રીતે.

તેલ મહાભારત તણું ભરી જલાવ્યો છે,
જ્ઞાન દીવડો આ તમે દિવ્ય જગાવ્યો છે.
*
प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये।
झानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः॥४॥

શરણે આવે તેમને પારિજાત જેવા,
જ્ઞાની કૃષ્ણ, નમન હજો ગીતા ગાનારા.
*
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद् गुरूम् ॥५॥

વાસુદેવ, ચાણૂર ને કંસ તણા હણનાર,
જગદ્ ગુરૂ તમને નમું કૃષ્ણ, શાંતિ ધરનાર.
*
मूकं करोति वाचालं पङगुं लङघयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥६॥

મૂંગા બોલે, પંગુયે ચઢે પર્વતે તેમ,
જેની કૃપા થતાં; નમું કૃષ્ણ, કરી દો રે'મ.
*
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैर्वेदैः ।
सांगपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ॥७॥

બ્રહ્મા, ઈન્દ્ર, વરૂણ ને દેવ સ્મરે જેને,
દિવ્ય ગાનથી ગાય છે, વેદ મહીં જેને.
*
ध्यानावस्थिततद् गतेन मनसा पश्यन्ति यं योगिनो ।
यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥८॥

ધ્યાન ધરી હૈયે જુએ, યોગીજન જેને,
જેને દેવ ન જાણતાં, દેવ નમું તેને.

No comments:

Post a Comment

Bhagavad Gita Chapter 18, Geeta Saar in Hindi

Bhagavad Gita Chapter 18, Geeta Saar in Hindi भगवान श्रीकृष्ण प्रत्येक इंसान से विभिन्न विषयों पर प्रश्न करते हैं और उन्हें माया रूपी...